Western Times News

Gujarati News

ઉલ્ટા ચશ્મા ફેમ અંજલી ભાભીએ ઉજવ્યો ૩૬મો બર્થ ડે

મુંબઈ, સુનૈના ફોજદાર ૩૬ વર્ષની થઈ ગઈ છે. ટીવી એક્ટ્રેસ, જેણે પોપ્યુલર દૈનિક ધારાવાહિક સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નેહા મહેતાને રિપ્લેસ કરી હતી અને હાલ ‘અંજલીભાભી’નું પાત્ર ભજવી રહી છે, તેણે મંગળવારે (૧૯ જુલાઈ) બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો.

સુનૈના ફોજદાર, જે તેની પર્સનલ લાઈફને હંમેશા પ્રાઈવેટ રાખવામાં માને છે તેણે બર્થ ડે પણ સાદગીથી ઉજવ્યો હતો. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરેલા વીડિયોમાં તે પીચ કલરના ટોપ અને ડેનિમમાં જાેવા મળી. બર્થ ડે પર તેણે તેનો મૂડ દેખાડતી કેટલીક તસવીરો પણ શેર કરી છે, આ સિવાય ખાસ દિવસે ફ્રેન્ડ્‌સે મોકલેલી સુંદર ભેટની ઝલક પણ દેખાડી છે.

સુનૈના ફોજદાર માટે આ વખતે વર્કિંગ બર્થ ડે રહ્યો. પહેલા વીડિયોમાં સુનૈના ફોજદાર કેક કટ કરી રહી છે, જ્યારે તેના ફ્રેન્ડ્‌સ બર્થ ડે સોન્ગ ગાઈ રહ્યા છે. બીજા વીડિયોમાં યમ્મી પેસ્ટ્રી જાેઈ શકાય છે. ચોમાસામાં મુંબઈનું વાતાવરણ આહલાદક હોય છે, ત્યારે એક્ટ્રેસે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ત્યાંના વાતાવરણને એન્જાેય કરતી બે ક્લિપ પણ શેર કરી છે.

એક્ટ્રેસને તેના બર્થ ડે પર ફ્રેન્ડ તરફથી ઓર્કિડ ફૂલનો બૂકે મળ્યો હતો, તેની તસવીર શેર કરીને તેણે આભાર માન્યો છે. તે રાતે તેની ફ્રેન્ડ સાથે ડેટ નાઈટ પર ગઈ હતી, જ્યાં બંનેએ રેડ વાઈન પીધી હતી, એક ક્લિપમાં તેનો બૂમરેંગ વીડિયો પણ છે. જણાવી દઈએ કે, સુનૈની ફોજદાર એક્ટરની સાથે-સાથે સિંગર અને રાઈટર પણ છે.

તે ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટોશૂટની તસવીરો શેર કરીને ફેન્સના દિલ જીતતી રહે છે. તે પોતાની એક્ટિંગ સ્કિલના આધારે ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહે છે. તેણે શો ‘સંતાન’થી એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું હતું. તે બેલન વાલી બહુ, એક રિશ્તા સાજેદારી કા, યમ હૈ હમ અને રહેના હૈ તેરી પલકો કી છાંવ મેં જેવા શોમાં પણ જાેવા મળી ચૂકી છે.

એક્ટ્રેસે કહ્યું હતું ‘કોલેજના દિવસોમાં હું મોડલિંગ કરતી હતી. બાદમાં મેં સાઉથમાં કેટલીક ફિલ્મો કરી હતી અને ત્યારબાદ હિંદી ટેલિવિઝનમાં આવી હતી. પ્રામાણિકતાથી કહું તો, એક્ટિંગ તે મારી પ્રાથમિકતા નહોતી કારણ કે અમને તે સમયે પૈસાની જરૂર હતી અને તે મારા માટે કામ કરવા માટેનું પ્રોત્સાહન હતું. પરંતુ બાદમાં જાણ થઈ કે, મને એક્ટિંગ પ્રત્યે પ્રેમ છે અને આજીવન હું તે જ કરવા માગુ છું.

તમામ સંઘર્ષ બાદ પણ મેં મારી નિર્દોષતા જાળવી રાખી. જીવનમાં વહેલા જ કામ કરવાનું શરૂ કરી દીધું હોવા છતાં, મને લાગે છે કે તે બાબતે મને મદદ કરી.’SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.