Western Times News

Gujarati News

પંચમહાલના 400 આરોગ્ય કર્મીઓ હડતાળ પર ઉતર્યા.

ગોધરા,પંચમહાલ જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મીઓ મુખ્ય ત્રણ માંગણીને લઇને 8 ઓગસ્ટ થી અચોક્કસ મુદ્દતની હડતાળ  પર બેઠા છે . પંચમહાલની 60 પીએચસી , 12 સીએચસી તથા 7 આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા પાયાના કર્મચારીઓ જેવાકે મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કર , ફિમેલ હેલ્થ વર્કર , હેલ્થ ફિમેલ , મેઇલ સુપરવાઇઝર , તાલુકા હેલ્થ ફિમેલ અને મેઇલ સુપરવાઇઝર સહિત 6 કેટેગરીના જિલ્લાના 400 કર્મીઓ અચોક્કસ મુદતની હડતાળમાં  જોડાયા છે.
આરોગ્ય કર્મીઓ જણાવ્યું કે અમે કોરોનાના કપરા કાળમાં જીવના જોખમે કામ કર્યું હતું . તેમ છત્તાં તે કામગીરીનું ભથ્થુ હજુ સુધી અપાયું નથી . ઉપરાંત ઝીરો કિમી પીટીએ – ફેરંણુ ભથ્થું આપવા અને ગ્રેડ – પે 1,900 થી વધારીને 2,800 કરવાની પડતર માગણીઓ છે . અમારી માંગણીને લઇને અમે 3 વખત આંદોલન કર્યા હતા.
પરંતુ સરકારે નિર્ણય ન લેતા ચોથી વખત અચોક્કસ મુદતની હડતાળ બાદ આરોગ્ય કેન્દ્રના પાયાના  કર્મીઓની હડતાળ ના પગલે ચોમાસા ત્ર પર ઉતર્યા છીએ.
જિલ્લામાં તલાટીઓની અચોક્કસ મુદતી હડતાળ બાદ આરોગ્ય કેન્દ્રના પાયાના કર્મીઓની હડતાળના પગલે ચોમાસા  ઋતુજન્ય  રોગચાળા ડેન્ગ્યુ , મેલેરીયા , ચિકનગુનિયા સર્વેલન્સ કામગીરી સાથે વરસાદી વાતાવરણને લઈ પાણીના ક્લોરીનેશનની કામગીરી , કોવિડ પ્રિકોશન ડોઝની કામગીરી , મમતા દિવસ અંતર્ગત નાના બાળકો , સગર્ભાઓને વેક્સિનેશનની કામગીરી સહિતની કુલ 45 થી વધુ આરોગ્યલક્ષી કામગીરીથી કામગીરી પર અસર પડી છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.