Western Times News

Gujarati News

ચૂંટણી મતદાન પૂર્ણ થવાના કલાકથી ૪૮ કલાક પહેલા ચૂંટણી પ્રચાર ઉપર પ્રતિબંધ

પ્રતિકાત્મક

વડોદરા, વડોદરા શહેરની તમામ વિધાનસભા બેઠકોની ચૂંટણીને ધ્યાને રાખી કેન્દ્રીય પંચના આદેશ અનુસાર ચૂંટણી મતદાન પુર્ણ થવાના કલાકથી ૪૮ કલાક પહેલા ચૂંટણી પ્રચાર બંધ કરવાનો રહે છે. ચૂંટણી પ્રચાર માટે જે-તે મતવિસ્તારમાં તે મતવિસ્તારની બહારથી આવતા

રાજકીય ફંકશનરીઓ, પક્ષના કાર્યકરો, રેલી ફંકશનરી, પ્રચાર ફંકશનરીઓ વિગેરે, કે જેઓ તે મતવિસ્તારના મતદારો નથી, તેઓએ ચૂંટણી પ્રચારનો સમય પુર્ણ થયા બાદ એટલે કે મતદાનના આખરી કલાકથી ૪૮ કલાક પહેલા તે મતવિસ્તારમાં હાજર રહે નહીં તે સુનિશ્ચિત કરવા સુચના આપેલ છે.

તેથી વડોદરા શહેર પોલીસ કમિશનર ડો. શમશેર સિંઘે વડોદરા શહેર માટે એક જાહેરનામુ પ્રસિદ્ધ કરી મતદાન પુરુ થવા માટે નિયત થયેલ સમય સાથે પુરા થતા ૪૮ કલાકના સમયમાં ચૂંટણી સંબંધિત કોઈપણ જાહેરસભા કે સરઘસને એકત્રિત કરવા આયોજન કરવા કે સંબોધન કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે.

સિનેમેટોગ્રાફી (ચલચિત્રો) ટેલિવિઝન કે અન્ય આવી આવી પ્રણાલીઓના માધ્યમ વડે ચૂંટણી સંબંધિત કોઈપણ બાબત જાહેર જનતાને પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ રહેશે.

જાહેર જનતાને આકર્ષવાના ઉદ્દેશ્યથી કોઈપણ સંગીત સમારોહો કે કોઈપણ નાટકીય રજૂઆત કે કોઈપણ અન્ય મંનોરંજન કે આનંદપ્રમોદનું આયોજન કરીને અથવા આયોજન કરવાની વ્યવસ્થા કરીને જાહેરમાં કોઈપણ ચૂંટણી બાબતનો પ્રચાર નહી કરી શકાય.

પ્રચાર સમયગાળો પુરો થયા પછી રાજકીય પદાધિકારીઓ પક્ષના કાર્યકરો સ૨ઘસ કાઢનારાઓ,  ચૂંટણી પ્રચારકો વિગેરે કે જેઓને મતદાર વિભાગની બહારથી લાવવામાં આવ્યા હોય અને જેઓ મતવિભાગના મતદારો ન હોય, તેઓએ ચૂંટણીપ્રચારના અંત પછી મતદાર વિભાગમાં હાજ૨ ૨હેવા ઉ૫૨ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ચૂંટણી પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ શરૂ થયા બાદ એટલે કે મતદાન પુરુ થવાના કલાક સાથે પુરુ થતા ૪૮ – કલાકના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર માટે ઘેર ઘેર મુલાકાત લેતી વખતે એક સાથે વધુમાં વધુ ૫ (પાંચ ) વ્યકિત જઈ શકશે.

ચૂંટણી પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ શરૂ થયા બાદ એટલે કે મતદાન પુરુ થવાના કલાક સાથે પુરુ થતા ૪૮ કલાકના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર પક્ષના કાર્યકરો / નેતાઓ જેના પર પક્ષનું પ્રતીક હોય તેવી ટોપી મફલ૨ પહેરી શકશે પરંતુ બેનર પ્રદર્શિત કરી શકશે નહી. આ જાહેરનામું મતદાનનાં આખરી કલાકથી ૪૮ કલાક પહેલાથી અમલમાં આવશે.

વડોદરા શહેર પોલીસ કમિશનરશ્રીની હકુમત હેઠળના તમામ વિસ્તારમાં તા. ૦૩-૧૨-૨૦૨૨ થી તા. ૦૫-૧૨-૨૦૨૨ સુધી અમલમાં રહેશે.

આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ તેમજ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૩ હેઠળ શિક્ષાત્મક પોલીસ કાર્યવાહી કરવાને પાત્ર ઠરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.