Western Times News

Gujarati News

સૈન્ય-સશસ્ત્ર દળોના ગણવેશ તથા તેની સાથે સામ્યતા ધરાવતા વસ્ત્રોનું વેચાણ-ભાડે-ઉપયોગ કરવા અંગે પોલીસ સ્ટેશનને જાણ કરવી જરૂરી

વડોદરા, ગુજરાત પોલીસ અધિનિયમ એકટ-૧૯૫૧ની કલમ-૬૩ (એ) (૨) અન્વયે વડોદરા શહેર પોલીસ કમિશનરે હુકમ બહાર પાડ્યો છે. રાજયમાં વિવિધ શહેર-જિલ્લાઓ ખાતે સૈન્ય તથા અન્ય દળોના ગણવેશ તથા તેની સાથે સામ્યતા ધરાવતા વસ્ત્રોનું વેચાણ તથા તેનો ઉપયોગ થતો હોય છે.

આવા વસ્ત્રો ધારણ કરી અસામાજિક તત્વો દ્વારા દેશદ્રોહી-ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે ઉપયોગ થવાનો સંભવ હોય છે. રાષ્ટ્રીય સુરક્ષાને ગંભીર ખતરો ઉદ્દભવી શકે છે. સુરક્ષાના પરિપ્રેક્ષ્યમાં ઘણી ગંભીર પ્રકારની હોય, બજારમાં બિનઅધિકૃત્ત રીતે વેચાતા તથા ઉપયોગમાં લેવાતા સશસ્ત્રો દળોના ગણવેશ

તથા યુનિફોર્મને લગતી અન્ય ચીજવસ્તુઓના વેચાણ-ભાડે-ઉપયોગ પર પ્રતિબંધ લાવવો જરૂરી છે. સશસ્ત્ર દળોના ગણવેશ (પોશાક) તથા યુનિફોર્મને લગતી અન્ય ચીજવસ્તુઓના વેચાણ-ભાડે-ઉપયોગ માટે જરૂરી રજીસ્ટર નિભાવવાનું રહે છે.

સૈન્ય-સશસ્ત્ર દળોના ગણવેશ તથા તેની સાથે સામ્યતા ધરાવતા વસ્ત્રોનું વેચાણ-ભાડે-ઉપયોગ કરવા પર અને નિયત રજીસ્ટર સંબંધિત પોલીસ સ્ટેશનમાં રજૂ કરવા. સંબંધિત પોલીસ સ્ટેશનમાં જરૂરી માહિતી આપ્યા વિના વેચાણ-ભાડે-ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તા. ૧૭-૧૧-૨૦૨૨ થી તા. ૦૧-૧૨-૨૦૨૨ સુધી આ હુકમ અમલી રહેશે.. હુકમનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ એકટ-૧૯૫૧ની કલમ-૧૪૩ (એ) (૨)મુજબ શિક્ષાપાત્ર ઠરશે.

ચાર કરતા વધુ માણસોએ ભેગા થવું નહિ

હાલની પરિસ્થિતિ ધ્યાને લેતા જાહેર સલામતી તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ચાર કરતા વધુ માણસોએ ભેગા થવા, સભા બોલાવવા કે સરઘસ કાઢવા પર વડોદરા શહેર પોલીસ કમિશનરે ફોજદારી કાર્યરિતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ તથા ગુજરાત પોલીસ એક્ટ કલમ-૩૭(૩) અન્વયે હુકમ બહાર પાડી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ હુકમ સમગ્ર શહેરમાં તા.૧૬-૧૧-૨૦૨૨ થી તા. ૩૦-૧૧-૨૦૨૨ સુધી અમલી રહેશે. સરકારી ફરજ કે કામગીરીમાં રોકાયેલા હોય તેવા વ્યક્તિઓ, હોમગાર્ડ કે સરકારી અથવા અર્ધસરકારી એજન્સીઓને લાગુ પડશે નહિ. ભંગ કરનાર સામે આઇપીસી કલમ-૧૮૮ મુજબ તથા જીપી એક્ટ કલમ-૧૩૫ અન્વયે ફરિયાદ માંડી શકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.