Western Times News

Gujarati News

વિધાનસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન માટે વ્યાપક મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરાયું

વડોદરા શહેર જિલ્લામાં શાળા કોલેજના ૪.૯૧ લાખ વિદ્યાર્થીઓ તેમના વાલીઓ અવશ્ય મતદાન કરે તે માટે સંકલ્પપત્ર ભરાવશે

વડોદરા, ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી બે તબક્કામાં યોજાનાર છે.વડોદરા શહેર જિલ્લાની ૧૦ વિધાનસભા બેઠકોની સામાન્ય ચૂંટણી તા.૦૫.૧૨.૨૦૨૨ ના રોજ અને મતગણતરી તા.૦૮.૧૨.૨૦૨૨ ના રોજ યોજાનાર છે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી અતુલ ગોરના સીધા માર્ગદર્શન હેઠળ સ્વિપના નોડલ અધિકારી શ્રી રાકેશ વ્યાસ અને તેમની ટીમ દ્વારા વડોદરા શહેર જિલ્લાની દસ બેઠકો પર મહત્તમ મતદાન થાય તે માટે સ્વિપ હેઠળ વિવિધ મતદાન અને મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

વડોદરા શહેર જિલ્લામાં પ્રાથમિક શાળાના ૧,૩૧,૧૯૫, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ૨,૧૪,૭૨૮ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના ૧,૪૫,૯૭૦ સહિત કુલ ૪,૯૧,૮૯૩ વિદ્યાર્થીઓ પોતાના વાલીઓ પાસેથી આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં કુટુંબના બધા જ મતદારો અવશ્ય મતદાન કરે તે માટે સંકલ્પપત્ર ભરાવશે.

હાલમાં વિદ્યાર્થીઓને આ સંકલ્પ પત્રો આપવામાં આવી રહ્યાં છે જે વાલીઓ પાસે ભરાવીને એમની સહી સાથે શાળાઓને પરત કરશે.

આ ઉપરાંત શહેર જિલ્લામાં  શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી,સાયકલ રેલી,ચિત્ર સ્પર્ધા દ્વારા મતદાર જાગૃતિ અંગેનો વ્યાપક સંદેશો ફેલાવવામાં આવી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.