Western Times News

Gujarati News

૭૬ વર્ષના યોગેશ પટેલ “કાકા”ને આખરે ભાજપે ટિકીટ આપવી પડી

ભાજપે માંજલપુર બેઠક પરથી યોગેશ પટેલને મેદાનમાં ઉતાર્યા

વડોદરા, ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો પરથી ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. એક માત્ર વડોદરાની માંજલપુર બેઠક ઉપર ઉમેદવાર જાહેર કરવાના બાકી હતા. ત્યાં પણ આજે સવારે યોગેશ પટેલની જાહેરાત કરી દેવામાં આવી છે.

માંજલપુર બેઠકના વર્તમાન ધારાસભ્ય યોગેશ પટેલે જાહેરાત કરતા જણાવ્યુ છે કે, ‘માંજલપુરથી ભાજપમાંથી આજે ફોર્મ ભરીશ. પાર્ટીએ મારી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આપને જણાવીએ કે, વડોદરા વિધાનસભાની ત્રણ બેઠકો હતી ત્યારે ધારાસભ્ય યોગેશ પટેલ ૪ વખત રાવપુરા બેઠક ઉપરથી ચૂંટાઇ આવ્યા હતા.

ત્યાર બાદ વડોદરાની પાંચ વિધાનસભા બેઠકો થયા બાદ તેઓ છેલ્લી બે ટર્મથી માંજલપુર બેઠક ઉપર ચૂંટાતા આવ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે, પાર્ટીએ તેમને આઠમી વખત તક આપી છે. હું આ વખતે પણ વધુમાં વધુ વોટથી જીતીશ. આ ચૂંટણીમાં ભાજપ દ્વારા યોગેશ પટેલની ૭૬ વર્ષની ઉંમર થઇ જતાં તેઓની ટિકિટ કાપીને અન્ય યુવા ઉમેદવારને ટિકિટ આપવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.

પરંતુ, ધારાસભ્ય યોગેશ પટેલે આડકતરી રીતે બળવાની બોલી બોલતા અને સાથે ટિકિટ માટે જીદ કરતા ભાજપા માટે માંજલપુર બેઠક ઉપર કોકડું ગુંચવાયું હતુ. ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે રાજકારણમાં ભારે ગરમાવો જાેવા મળી રહ્યો છે.

આજે પાંચમી ડિસેમ્બરે યોજાનારી ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે ૧૭મી નવેમ્બરે છેલ્લો દિવસ છે. બીજા તબક્કા માટે બુધવાર સાંજ સુધીમાં ૯૦૦થી વધુ ફોર્મ ભરાયા છે. બીજા તબક્કાની ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે.

બે બળવાખોર ઉમેદવારોએ ફોર્મ ભરવા રેલીઓ કાઢી

વડોદરા જિલ્લાના ભાજપના બે બળવાખોર નેતાઓએ પક્ષની વિરુદ્ધમાં જે આજે ઉમેદવારી પત્ર ભરવા માટે રેલી કાઢી છે.
વડોદરા જિલ્લાની કરજણ પાદરા અને વાઘોડિયા સીટ પર ટિકિટ કપાતા ત્રણ પૂર્વ ધારાસભ્યોએ બળવો કર્યો હતો. જેમાં કરજણ સીટના સતીશ નિશાળીયાને મનાવી લેવામાં ભાજપનું સંગઠન સફળ રહ્યું છે.

પાદરા અને વાઘોડિયા સીટ ઉપર ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ નહીં કરી શકાતા પાદરા સીટ પરથી પૂર્વ ધારાસભ્ય દીનું મામા તેમજ વાઘોડિયા સીટ પરથી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ એ અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોવાથી બંને બળવાખોર આગેવાનો એ આજે સવારે ૧૦ઃ૩૦ વાગે અપક્ષ તરીકે ઉમેદવારી કરવા કાર્યકરો સાથે જંગી રેલી કાઢી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.