Western Times News

Gujarati News

આ વખતે ચુંટણીપ્રચાર માટે ઓપન જીપની ડિમાન્ડ વધતા ભાડાં વધ્યાં

પ્રતિકાત્મક

અમદાવાદ, વિધાનસભાની ચુંટણીને હવે ગણતરીને દિવસો બાકી છે. ત્યારે એક પક્ષોના ઉમેદવારો પોતાના મત વિસ્તારમાં મત મેળવવા માટે પ્રચાર કરી રહયા છે. જેમાં ઉમેદવારો પ્રચારમાં અવનવા કિમીયા અપનાવતા હોય છે. જયારે ઉમેદવારોમાં ઓપન જીપમાં પ્રચાર કરવા માટેના ક્રેઝ વધી રહયો છે.

જેમાં ઉમેદવારોએ અને નેતાઓએ પ્રચાર કરવા માટે ઓપન જીપ ભાડે લેતા હોય છે. જેમાં કેટલાક કાર્યકરો નેતાઓ સામેપોતાની છબી સુધારવાર માટે ઓપન જીપ વસાવી રહયા છે. જેમાં એક એજન્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે. સામાન્યપણે ઓપન જીપનું ભાડું એક દિવસના પથી૭ હજાર હતું. ત્યારે આ વર્ષે તે ભાડું વધીને ૧૦થી૧ર હજાર કરવામાં આવ્યું છે.

ત્યારે ચુંટણીમાં ઉમેદવારોના નામની જાહેરાત થતા જ નેતાઓ તેમજ ઉમેદવારો ફોન કરીને ઓપન જીપ બુક કરાવતા હોય છે. શહેરમાં પૂર્વ વિસ્તારમાં ઉમેદવારો પ્રચાર કરવા માટે મોટાભાગે ઓપન જીપનો ઉપયોગ કરી રહયા છે. રાજકીય પક્ષોના કેટલાક કાર્યકરો નેતાઓના ખાસ થવા વમાટે પોતે ઓપન જીપ ખરીદી છે. જેના ઉપયોગ માત્ત્ર પાર્ટીના કામમાં જ કરવામાં આવતો હોય છે.

જયારે આ વર્ષની ચુંટણીમાં પ્રચારમાં ઓપન જીપની બોલબાલા વધારે જાેવા મળી રહી છે. પહેલા પ્રચારમ ઓપન જીપની બોલબાલા વધારે જાેવા મળે રહી છે. પહેલા પ્રચારમાં માત્ર ઓપન જીપ વપરાતી હતી. પરંતુ હવે પ્રચારમાં મોડીફાય થયેલ જીપની માંગ વધારે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.