Western Times News

Gujarati News

ઇન્સ્ટા પર કૃતિ સેનનના ૨૨ મિલિયન ફોલોઅર્સ

મુંબઇ, અભિનેત્રી કૃતિ સનુનની લોકપ્રિયતા દિન પ્રતિદિન વધી રહી છે. કૃતિએ સબ્બીર ખાનની ફિલ્મ હિરોપંતિ ફિલ્મ સાથે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. હવે તે ફિલ્મ ઉદ્યોગમાં પોતાના ચાહકોની વચ્ચે ખાસ જગ્યા બનાવી ચુકી છે. કૃતિ સનુને પોતાની કેરિયરમાં દિલવાલે, રાબ્તા, બરેલી કી બરફી, †ી અને લુકાછુપી જેવી ફિલ્મોમાં ભૂમિકા અદા કરી હતી. કૃતિ સનુન સોશિયલ મિડિયામાં પણ ચાહકોની વચ્ચે ખુબ લોકપ્રિય છે. પોતાના ખુબસુરત ફોટો અને વિડિયોના કારણે ચર્ચામાં રહે છે. ફોટો અને વિડિયો તે શેયર કરતી રહે છે. પોતાની દમદાર સોશિયલ મિડિયા એક્ટિવીટીના કારણે તે લોકપ્રિય છે. કૃતિના ઇન્સ્ટાગ્રામ પર હવે ફોલોઅર્સની સંખ્યા વધીને ૨.૨ કરોડ સુધી પહોંચી ગઇ છે.

કૃતિએ આ અંગેની માહિતી આપતા કહ્યુ છે કે તે માહિતી આપીને ભારે ખુશ છે. કૃતિએ કહ્યુ છે કે તે તમામ ચાહકો અને ફોલોઅર્સનો આભાર માને છે. વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો કૃતિ હવે કેટલીક નવી ફિલ્મ હાથમાં ધરાવે છે. તેની પાસે મોટા સ્ટારની ફિલ્મ આવી રહી છે. હાઉસફુલ ફિલ્મમાં તે હાલમાં નજરે પડી હતી. ઇન્સ્ટા પર કૃતિના ચાહકોની સંખ્યા દિનપ્રતિદિન સતત વધી રહી છે. કૃતિ હાલમાં યુવા સ્ટાર સાથે વધારે કામ કરી રહી છે. જેમાં વરૂણ ધવન, ટાઇગર શ્રોફનો સમાવેશ થાય છે. કૃતિ પ્રથમ વખત હિરોપંતિ ફિલ્મમાં નજરે પડી હતી. આ ફિલ્મ સાથે જ ટાઇગર અને કૃતિએ એક સાથે પોતાની કેરિયર શરૂ કરી હતી. બંનેને સારી સફળતા મળી હતી. પ્રથમ ફિલ્મ સાથે જ બંને કલાકારોને અનેક ફિલ્મ મળવા લાગી ગઇ હતી. હાલમાં પણ બંને ફિલ્મો અને અન્ય પ્રોજેક્ટોને લઇને વ્યસ્ત થયેલા છે. કૃતિ કરતા પ્રિયંકા ચોપડા, આલિયા, દિપિકા, કેટરીનાના વધારે ફોલોઅર્સ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.