Western Times News

Gujarati News

ખાંસી, શરદી, શ્વાસ, ગળામાં દુખાવો

આ રોગની વિશેષતા ગણો તો તે અને રોગના હુમલા તે એટલા વિચિત્ર હોય કે દમ-શ્વાસની તકલીફ અધિક થઈ.જાય છે. ઉનાળ કરતા શિયાળામાં-ચોમાસામાં દમની તકલીફ તેમને વધુ થતી. તેમાં પણ જાે તેઓ શિયાળામાં મુસાફરી કરે તો ધૂળ- રજની એલરજીને લીધે થતા જાે સેજ પણ ચોમાસામાં વાતાવરણ બદલાય એટલે કે વાદળા થાય તો તેઓ આ રોગથી ત્રાસીને ત્રાહિમામ પોકારી ઉઠતા. ગુજરાતમાં જૂન જૂલાઇથી વરસાદ ચાલુ થાય છે. દમના ઘણા દર્દીઓ એવા પણ છે કે જેઓને દમની તકલીફ પ્રથમ વરસાદ થતાં જ માટી ભીંજાયને સુગંધ આવે કે તરતજ દમની તકલીફ થાય છે.

ગરમ કરેલા પાણીમાં મીઠુાં અને બે લવીંગનુાં ચુણવ નાખી સવાર-સાંજ કોગળા કરવાથી ગળામાંથી કફ નીકળી જઈ ખાંસી મટે છે. મીઠુાં અને લવીંગ બન્ને જાંતુનાશક છે. બે-ત્રણ દીવસ આ ઉપાય કરવાથી ભારે ખાંસી પણ મટી જાય છે. ખાંસી મટાડવા હુાંફાળુાં ગરમ પાણી જ પીવુાં, સ્નાન પણ નવશેકા ગરમ પાણીથી કરવુાં. જેમ બને તેમ વધારે કફ નીકળી જાય એ માટે જ્યારે પણ ગળામાં કફ આવે તો કફ બહાર કાઢી નાખવો. મધુર, ખારા, તીખા અને તાસીરે ઉષ્ણ પદાર્થોનુાં સેવન કરવુાં. મધુર રવ્યોમાં સાકર, જુનો ગોળ, જેઠી મધ અને મધ, ખારા પદાર્થોમાં યવક્ષાર, નવસાર અને ખારો, તીખાં રવ્યોમાં સુાંઠ, પીપર અને મરી તથા ઉષ્ણ માં ગરમ પાણી, લસણ, આદુ .

વગેરેનુાં સેવન કરવુ. વધારે ખટાશવાળા, ચીકાશવાળા, ગળ્યા, તેલવાળા પદાર્થોનુાં સેવન ન કરવુાં. ઠાંડી હવા અને ઠાંડાં તથા ઠાંડી પ્રકૃતીવાળા પદાર્થોનુાં સેવન પણ ન કરવુાં. ગળો, પીપર અને ભોંયરીંગણી અધકચરાં ખાંડી એક ગ્લાસ પાણીમાં ત્રણ ચમચી નાખી પાણી અડધુાં રહે ત્યાં સુધી ઉકાળી ઠાંડુ પાડી અડધી ચમચી મધ અથવા દળેલી સાકર(ખાંડ નહીં) નાખી સવાર-સાંજ પીવાથી કફવાળી ખાંસી મટે છે. દર ચારેક કલાકે બબ્બે ત્રણત્રણ લવીંગ મોંમાં રાખી ચુસતા રહેવાથી ગમે તેવી ખાંસી -સુકી, ભીની કે કફયુક્ત થોડા દીવસોમાં મટી જાય છે. તુલસીનાં આઠ-દસ તાજાં પાન ખુબ ચાવીને દરરોજ સવાર, બપોર, સાંજ ચાવતા રહેવાથી ગમે તે પ્રકારની ખાંસી કાબુમાં આવી જાય છે મુઠીભર શેકેલા ચણા ખાઈ, ઉપર પાણી પીવાથી ઉધરસ ઓછી થાય છે.

લસણ, આદુ અને મરીની સમભાગે બનાવેલી ચટણી દીવસમાં ચાર-પાંચ વખત ખાતા રહેવાથી અથવા તેમને ઉકાળી ગરમ ગરમ ઉકાળો પીતા રહેવાથી ખાંસીમાં તાત્કાલીક રાહત થાય છે.. અખરોટનો ગભવ કાઢી શેકીને દીવસમાં ચાર-પાંચ વખત ખાતા રહેવાથી કોઈ પણ પ્રકારની ઉધરસ મટે છે. નાનાં બાળકોને પણ આ ઉપચાર અનુકુળ અને સફળ થઈ શકે છે. અશ્વગાંધા અને ગોખરુનુાં સમાન ભાગે બનાવેલુાં ચુણવ અડધીથી એક ચમચી લઈ બમણા મધ સાથે મીશ્ર કરી સવાર-સાંજ ચાટવાથી શોષ (શરીરની રસ, રક્ત, માંસ, મેદાદી સાતે ધાતુઓ સુકાઈ જવી) અને ખાંસી મટે છે. વળી અશ્વગાંધાથી શરીર પણ પુષ્ટ થાય છે.

અને આમાં ગોખરુ રસાયન હોવાથી કામશક્તી પણ વધે છે. ખાંસી સુકી , નાની એલચી તવી પર બાળી, કોયલો કરી, ધુમાડો નીકળી જાય એટલે વાસણ ઢાંકી દેવુાં. તેનુાં ૩/૪(૦.૭૫) ગ્રામ ઘી તથા મધ (મધ કરતાં ઘી બમણુાં લેવુાં) સાથે દીવસમાં ત્રણ વાર ચાટવાથી સુકી ખાંસી મટે છે. એક નાની મુઠી તલ અને જરુરી સાકર ૨૦૦ મી.લી. પાણીમાં નાખી ઉકાળો બનાવી દરરોજ દર બેત્રણ કલાકે સાધારણ ગરમ પીવાથી થોડા દીવસોમાં સુકી ખાંસી મટે છે. ૧-૧ નાની ચમચી ઘી દરરોજ બે કલાકના અંતરે ચાટવાથી સુકી ખાંસી અચુક મટે છે. દર ત્રણ કલાકે એક ચમચી તાજા માખણમાં વાટેલી સાકર નાખી ધીમે ધીમે ચાટી જવાથી સુકી ખાંસી મટે છે. નાનાં બાળકોમાં તો આ પ્રયોગ ખરેખર આશીવાવદરુપ છે, કેમ કે બાળક હોંશે હોંશે સાકર-માખણ ખાશે અને ખાંસી મટી જશે. સમભાગે સુકા આમળાનુાં ચુણવ અને સાકર એક એક ચમચી દીવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી કાંટાળાજનક જુની ખાંસી મટે છે. પ્રયોગ થોડા દીવસ સુધી નીયમીત જાળવી રાખવો.

આદુનો રસ મધમાં લેવો અને એક નાગરવેલના પાનમાં થોડી હળદર અને ૩-૪ મરી મુકી બીડુાં વાળી ઉપર લવીંગ ખોસવુાં. એને ચાર ગ્લાસ પાણીમાં અડધુાં પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી દીવસમાં ત્રણ-ચાર વખત થોડુાં થોડુાં પીવુાં. એનાથી ખાંસી તરત જ ઓછી થવા લાગે છે. સમભાગે તલ અને સાકરનો ઉકાળો દીવસમાં ચાર-પાંચ વાર ઘુાંટડે ઘુાંટડે પીતા રહેવાથી સુકી ખાંસી મટે છે. એક મોટી એલચી સોયમાં ખોસી ઘીના દીવાની જ્યોતમાં ફોતરા સાથે કોલસા જેવી થઈ જાય તેટલી બાળવી. પછી એ આખી એલચીનુાં ચુણવ બે ટીપાં મધ અને ચાર ટીપાં ઘીમાં મેળવી દરરોજ સવાર, સાંજ અને રાત્રે થોડા દીવસો ચાટવાથી સુકી ખાંસી મટે છે. સાથે જાે કબજીયાત રહેતી હોય તો રાત્રે સુતી વખતે અડધી ચમચી શેકેલો અજમો બે ચમચી દીવેલ સાથે ચાવતાં ચાવતાં પેટમાં ઉતારવુાં. વાયુ ઉપર ચઢીને ખાંસી ઉત્પન્ન કરે છે. એલચી તેમ જ દીવેલ ઉત્તમ વાયુનાશક છે. વળી મળશુદ્દી થવાથી વાયુની શુદ્દી થાય છે. સુકી ખાંસી માટે આ અનુભવસીદ્દ પ્રયોગ છે.

સુાંઠ, મરી અને પીપરના સમભાગે બનાવેલા પાઉડરને ત્રીકટુ કહે છે. ૧-૧ નાની ચમચી ત્રીકટુ મધ સાથે સવાર, બપોર, સાંજ લેવાથી સામાન્દ્ય ખાંસી તરત જ મટી જાય છે. મરીના બારીક પાઉડરમાં થોડો ગોળ મેળવી સાધારણ કદની ગોળીઓ બનાવવી. દર બે કલાકે આ ગોળી ચુસતા રહેવાથી કોઈ પણ પ્રકારની ખાંસી મટે છે. નાનાં બાળકોને પણ આ આપી શકાય. મારા એક સંબંધી ચારેક મહિના પેહલા ચિંતાતુર વદને મને મળવા આવ્યા. તેવો વકીલ હતા થોડી ઘણી વાતચીત બાદ. એમને એમની અસ્થમાની તકલીફ બતાવતા કહ્યું કે ધીમે ધીમે આ તકલીફ વધતી જાય છે.

દમની આ તકલીફ વારસાગત હોવાનું તેમણૅ ક્યાંકથી સાંભળ્યું હતું.આ દમની તકલીફ છેલ્લા ૧૫ વર્ષથી તેમણૅ હથી. તેમણૅ તમામ પેથોલોજીકલ રિપોર્ટ્‌સ કરાવ્યા હતા અને તમામ પ્રકારની દેશી, વિલાયતી, હોમીઓપથી ની તમામ પ્રકારની દવાઓ કરેલ ચરી પણ નિયમિત પાળતા. દમની એલર્જી માટેની રસી પણ લીધેલી. પાશ્ચાત્ય ડોક્ટરોએ કહેલ કે રજની એલરજી આ રીર્સીથી દૂર થશે પણ તેમાં પણ કઈ ખાસ ફેર નોહ્‌તો. ઇન્હેલર પંપના લગાતાર અને સતત ઉપયોગ કરવા છતાં પરિણામ ન મળવાથી કંટાળી ગયા હતા જેથી છાતીમાં દુખાવો થતો હતો. ૨ વખત ઈલાજ માટે અમેરિકા જઈ આવ્યા હતા ત્યાં ઈલાજ કરવા છતાં ખાસ ફેર પડતો ન હતો. બ્લડ રિપોર્ટમા ઈજીઇ , ESR , eosinophil , WBC, Lymphocyts, વધતા જતા હતા ધીમે ધીમે શરીર હશ-ક્ષીણ-નબળું પડતું જતું હતું.

શક્તિનો અભાવ એટલે અશક્તિ અને બેચેની વધતી જતી હતી, કામ કરવાનું મન થતું ન હતું. આ તમામ લક્ષણો સ્વાભાવિક હતા કારણ કે આ રોગ સામે લડતા લડતા કોઈ પણ મનુષ્યની રોગ પ્રતિકારક અને જીવનીય શક્તિ ઓછી થતી જાય છે. તેમના બાળકોમાં પણ શરદી કફની પ્રકૃતિ હતી. બાળકોમાં પણ શરદી કફની તકલીફ ઉંમર વધતા વધતી જતી હતી.એમને પણ દમની તકલીફ થઈ જશે એવી ચિંતા ડર સતત રહ્યા કરતો હતો. આ બધી તકલીફો એમની ચિંતાનું મુખ્ય કારણ હતું. તેમને અને તેમના બાળકોમાં સ્નીઝીંગની તકલીફ એટલે કે છીંકો, ઉધરસ,નાકમાંથી પાણી પડવું, ખાસી વગેરે વધતું જતી હતી.

અચાનક એમને યાદ આવ્યું કે ઘન વર્ષો પૂર્વે આવા જ દર્દીને લઈને અસ્થમાંની દવા કરાવવા મારા પૂ.પિતાજી કે જેવો અગ્રેસર વૈદ્ય હતાં તેમને મળ્યા હતાં. એમની કોઈક દવાથી આ શ્વાસ દમની તકલીફ દૂર થાય હતી. એમની આ વાતે મને એમની ચિકિત્સા કરવામેં એક નવી દિશા બતાવી. ત્રણેક દિવસની, દિવસ-રાતની શોધખોળના અંતે મને મારા બાપુજીના પેપર રેકોર્ડ્‌ઝમાંથી ‘કાસવિજય ચૂર્ણ’ અસ્થમાનો અકસીર ઉપાય પર લખેલા થોડા પેજીસ મળ્યા. મેં તાત્કાલિક આ પાવડર બનાવ્યો. કાસવિજય ચૂર્ણ ની પડીકી બીજી કેટલીક દવાઓ સાથે એમની ચિકિત્સા શરુ કરી. આ દવાથી સ્નીઝીંગ તકલીફ, શ્વાસ ચડતો બેન્ડ થઈ ગયો.

એવું આશ્ચર્યજનક પરિણામ જાેય પછીતો આ કાસવિજય પડીકી વાળો પાવડર મોટા પ્રમાણમાં તાજેતરમાં હાલમાં બનાવી મારા દર્દીઓ માટે છૂટ થી ઉપયોગ કર્યે છીએ. તેઓ ખૂબજ આનંદિત થઈ મારા પિતાજીની આ દેનને યાદ કરે છે. કાસવિજય ચૂર્ણ; તાલીસપત્ર, લવિંગ,તજ, જાવનત્રી, અક્કલગરો , શું. હિંગુલ, શું.વચ્છનાગ, જેઠીમધ શિરો, હળદર, દારૂ હળદર, કપૂર, જવક્ષાર, સોમકલ્પ,કડૂ,અપામાર્ગક્ષાર,નાગરમોથ, લોબાનના ફૂલ,સાકર,પુષ્કરમૂળ,એલચી,ભારંગમૂળ, સૂંઠ,મરી,પીપર,વાંસકપૂર,અરડૂસીનાં પાન, પિપ્પરીમૂળ, બાવળની છાલ, ભોંરીંગણીના મૂળનું ચૂર્ણ, પીળો શ્વાસકુટ્ટહાર રસ,મનશીલ,મરીયુક્ત, દરેક સરખા ભાગે લેવા.

આ ચૂર્ણ તમામ પ્રકારના અને નિયમિત સમયે વારંવાર થનારા દમ-શ્વાસ-ખાસી-સળેખમ વગેરેનું શમન કરવામાં ઉત્તમ છે. તે ઉપરાંત આ ચૂર્ણ કોઈ પણ પ્રકારનું કાસનું શમન કરે છે. ઘણા દર્દીઓમાં સેંકડો વખત ખાસવા છતાં કફ નીકળતો નથી. આ રોગથી ત્રાહિમામ પુકારી ઉઠતા દર્દીઓમાં ત્યારે થોડું ફીણ આવે છે, કોઈ કોઈને છાતીમાં કફ ચોંટેલો રહે છે પણ છૂટતો નથી. તેમને માટે પણ આ ચૂર્ણ આશીર્વાદ સમાન છે. પૈત્તિક ઉધરસમાં કંઠમાં બળતરા, મુખમાં શોષ, જળપણની ઈચ્છા થવી, કફ છાતીમાં સુકાય જવો તથા ખાસવાથી છાતી અને પાંસળીઓમાં દર્દ થવું વગેરે લક્ષણો માલૂમ પડે છે. આ પ્રકારની ઉત્તેજક ઉધરસ પર આ ચૂર્ણ ફાયદો બતાવે છે, શૂષ્ક કફને શિથિલ કરીને બહાર કાઢે છે અને શ્લેષ્મિક કક્ષાની ઉગ્રતા સમાવે છે. તે સાથે કોઈ પણ પ્રકારની એલરજી માટે પણ આ ઉત્તમ ઔષધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.