Western Times News

Gujarati News

જીવનના દરેક પડાવને અપનાવો અને મન ભરીને જીવો

‘ગ્લાસ અડધો ખાલી’ હોવાની માનસિકતા એ માનવસહજ સ્વભાવ છે. તમારી પાસે કંઈકેટલીયે સગવડ આવી જાય તો પણ જીવનમાં અધૂરપણ જ અનુભવાતી હોય છે. એક સાદો કિસ્સો અહીં ટાંકવાનું મન થાય છે. વાત જાણે એવી છે કે બે સહેલીઓ લગભગ દસ વર્ષ બાદ મળે છે. બંને પોતપોતાના જીવનની વાતો એકબીજાને શેર કરે છે. બેમાંથી એક છોકરીને પ્રેમમાં એક સમયે ભંગાણ થયું હોવાથી હવે લગ્ન જ નથી કરવા, હવે માત્ર કરિયર ઉપર જ ફોકસ કરવું છે એમ વિચારીને આગળ પાછળનો કોઈ જ વિચાર કર્યા વગર વિદેશ જતી રહે છે જયારે બીજી સ્ત્રી પોતાના પ્રેમ સાથે લગ્ન કરી લે છે.

બંનેએ પોતાની મરજીથી એકબીજા માટે જે તે સમયે જે યોગ્ય લાગયા એ રસ્તાની પસંદગી કરી હતી, પણ દસ વર્ષ પછી કોફીના ટેબલ ઉપર મળેલા એ બંને જયારે એકબીજાના જીવનની વાત કરી રહ્યા હોય છે ત્યારે બંનેના કોફીના ગ્લાસ જીવનની અધુરપના સાક્ષી બને છે. પરિણીત સ્ત્રી પોતાની અપરિણીત સખીની બિન્ધાસ્ત લાઈફને જાેઈને મનોમન વિચારે છે કે કેવી મજ્જાની લાઈફ છે. કોઈ જ જવાબદારી નહી કોઈ રોકટોક નહી. કોઈ પૂછવાવાળુ નહીં કે કોઈની ખટપટ નહી. માત્ર જલસા જ જલસા. પૈસા કમાઓ, વાપરો અને મજાથી જીવો. જયારે અપરિણીત સ્ત્રીને પોતાની પરિણીત સ્ત્રીને જાેઈને મનોમન એવું અનુભવાય છે કે સાલું કેટલું સારું. આટલો પ્રેમ કરવાવાળો પતિ છે, મારી જેમ એને એકલતા ખાવા નહી દોડતી હોય, બાળકો, પતિ અને પરિવાર કેટલી સેટ લાઈફ છે.

અહીં તમને શાદી કે લડ્ડુ જાે ખાયે વો ભી પસ્તાયે વોર જાે ના ખાયે વો ભી પસ્તાયે વાળી કહેવત યાદ આવતી હશે. એક પાસે પ્રેમ છે. પરિવાર છે તો એનું મન ફીડમ માટે તરસે છે, જયારે બીજી પાસે પૈસા છે, ભરપુર આઝાદી છે તો એનું મન સાચા પ્રેમ અને પરિવાર માટે તરસે છે. સરવાળે અધુરપ તો બંને પક્ષે છે જ. એટલે જ આગળ કહ્યું છે તેમ ગ્લાસ અડધો ખાલીવાળી માનસિકતા લગભગ દરેકની રહેવાની જ. એમાંય સ્ત્રીઓમાં પણ આ વલણ સૌથી વધારે જાેવા મળતું હોય છે. ખાસ કરીને અમુક ઉમર બાદ સ્ત્રી જાે સ્વીકારવભાવની ભાવના એટલી જટિલતાથી ઘર કરી જતી હોય છે કે એને અનેક પ્રકારની માનસીક અને શારીરિક સમસ્યા સુધી લઈ જાય છે. દરેકના જીવનના પડાવમાં ત્રીસથી ચાલીસ વર્ષનો સમયગાળો એવો હોય છે જે સમયગાળામાં તેમના જીવનમાં અનેક બદલાવ આવતા હોય છે.

આ બદલાવને સહજતાથી અને સકારાત્મકતાથી સ્વીકારવા જ રહ્યા, કારણ કે જાે તમે એ બદલાવને સ્વીકારી નહી શકો અને પહેલા જેવું તમારું જીવન હતું એવું જ જીવન જીવવાની હઠને પકડી રાખશો તો માનસિક સમસ્યાનો સૌથી વધારે સામનો કરવો પડશે. બદલાવને સ્વીકારતાં શીખો ઃ ટીનેજ કે યુવાનીમાં તમે ઘણીવાર એવું વિચારતા હો છો કે આ સમય ક્યાંય ન જવો જાેઈએ. મોસ્ટ પ્રોબેબ્લી તમે એ લાઈફને સૌથી વધારે સારી રીતે જીવતા હો છો એ સમયગાળામાં તમે જીવનની ખરી સ્ટ્રગલ શું છે એનાથી રૂબરૂ નથી થયા હોતા માટે મોજમસ્તી, હરવું ફરવું એ જ તમારું જીવન હોય છે, પણ એ જીવન કાયમ નથી રહેવાનું, એક સમય આવશે જયારે તમારે એ મોજમસ્તીને પાછળ મુકીને આગળ વધવું પડશે. તમારે જવાબદારીઓને સ્વીકારતા શીખવું પડશે. રપની ઉંમર પછી તમારા જીવનમાં આવેલા ફેરફારને સ્વીકારવા પડશે જાે એને નહીં સ્વીકારો તો માનસિક દ્દંદ અને સંતાપ અનુભવ્યા કરશો. ઉંમરનો દરેક પડાવ સરખો નથી હોતો. દરેક પડાવે બદલાવ આવતો જ રહેતો હોય છે, એને સ્વીકારવો એ જ સમજદારી છે એને ન સ્વીકારીને તમે જે રીતે પહેલા જીવ્યા એ જ રીતે જીવવ માટે વલખાં મારશો તો તકલીફ તમને જ પડશે.

જીવનનો નવો પડાવ : કોલેજકાળ અને એ પછીના બે વર્ષ જીવનના શ્રેષ્ઠ વર્ષો હોય છે, એ પછી યુવાનો લગ્નના સપનાં સેવે છે, લગ્ન એટલે પરીકથા એવું માની બેઠેલા લોકો માટે લગ્ન એટલે સાજ-શણગાર, રોમેન્ટિક હનીમૂન, પરફેકટ ફેરીટેલ સમાન લગ્ન અને હનીમૂન બાદ જે જીવન શરૂ થાય એ જ ખરું લગ્નજીવન છે કહો કે એ પછી તમારું નવું જીવન શરૂ થતું હોય છે. એ પછી જીવનના લક્ષ્યો બદલાય છે. જીવન જીવવાની રીત બદલાય છે એક સમયે અનેક મિત્રોથી ભરાયેલું તમારું મિત્રવર્તુળ હવે નાનું થઈને અમુક મિત્રો સુધી જ સીમિત બની જાય છે. હવે હું અને મારું જીવન એ મંત્ર અભેરાઈ ઉપર ચડાવી દેવાનો સમય શરૂ થાય છે.

હવે તમારું જીવન તમારે સંપૂર્ણપણે પરિવારને આપવાનું હોય છે. તમારા જીવનમાં આવેલી નવી વ્યક્તિ અને તેની સાથે જાેડાયેલા લોકોને સમર્પિત કરવાનું હોય છે, જાે તમે આ બદલાવને ધીરજથી સ્વીકારી નહીં શકો તો કેરીટેલ જેવા લગ્નમાં સમસ્યા સર્જાતા વાર નહી લાગે. અહીં ડરાવવાનો આશય નથી પણ સમયે સમયે તમારા જીવનમાં આવતા વળાંકને તમે કેવા અભિગમથી અપનાવો છો, એ સમજાવવાની વાત છે. સમયે સમયે લાઈફની પ્રાયોરિટી બદલાતી રહેતી હોય છે.

શારીરિક બદલાવને પણ સ્વીકારો : લગ્ન બાદ માત્ર લાઈફસ્ટાઈલમાં જ બદલાવ નથી આવતો સ્ત્રીની અંદર ઉંમર વધતા શારીરિક બદલાવ પણ આવે છે, ખાસ કરીને બાળક થયા બાદ સ્ત્રીમાં ઘણો શારીરિક બદલાવ આવતો હોય છે, તમે શારીરિક સ્વસ્થતા જાળવવા પ્રયત્ન કરો એ સારી બાબત છે પણ આ બદલાવને સહજતાથી સ્વીકારવાને બદલે તેને લઈને તકલીફ અનુભવવી એ અયોગ્ય છે. ખાસ કરીને ત્રીસીમાં આ સમસ્યા બહુ જાેવા મળતી હોય છે. આ સમય એવો છે જેમાં સ્ત્રી પોતાના શરીરમાં આવેલા બદલાવને સહજતાથી નથી સ્વીકારી શકતી. આ ઉંમરમાં મેચ્યોરિટી આવે છે, તમે અનેક અનુભવોમાંથી પસાર થઈ ચુકયા હોવ તો તેથી જીવનને જાેવાનો તમારો અભિગમ બદલાતો હોય છે. બસ, આવો જ અભિગમ શારીરિક બદલાવ બાબતે પણ કેળવવો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.