Western Times News

Gujarati News

Hockeyથી લોહી લૂહાણ કરી રિક્ષા ગેંગે બે ભાઈઓને ફટકારી 3.20 લાખ લૂંટયા

પ્રતિકાત્મક

રાયપુરમાં બાઈક લઈને બે ભાઈઓ જતા હતા ત્યારે રિક્ષામાં આવેલા શખ્સોએ હુમલો કર્યો હતો

(એજન્સી)અમદાવાદ, રાયપુર બિગ બજાર પાસે રીક્ષાચાલક ગેગે બે ભાઈને ધોળા દિવસે રસ્તામાં રોકી હોકી અને ડંડા વડે હિંસક હુમલો કરી ૩.ર૦ લાખની લુંટ કરીને ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. બેબાઈક લઈને પસાર થઈ રહયા હતા. ત્યારે રીક્ષા ગેગે આવીને કોઈ પણ કારણ વગર હુમલો કરી દીધો હતો.

Paldi આગમન ફલેટમાં રહેતા મિલન મોરખીયાએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં લુંટની ફરીયયાદ નોધાવી છે. મીલન તેના ભાઈઓ સાથે મળી વેપાર કરે છે. ગઈકાલે મીલન અને તેનો નાનો ભાઈકૃણાલ ઘરેથી બાઈક લઈને ગીતામંદીરથી રાયપુર બિગ બજાર પાસેથી પસાર થઈ રહયા હતા. આ દરમ્યાનમાં એક રીક્ષા મીલનની બાઈક આગળ ઉભી થઈ ગઈ હતી. રીક્ષામાંથી ચારથી પાંચ માણસો ઉતર્યા હતા.3.20 lakh looted by rickshaw gang

આ શખ્સોએ હોકી તેમજ લાકડીથી કોઈ પણ કારણ વગર હુમલો કરી દીધો હતો. આ ચારેય શખ્સોએ મિલન અને તેના ભાઈને માર-મારીને ૪પ હજાર રોકડા, સોનાની ચેઈન, સોનાની લકી કાઢી લીધા હતાં. બંને ભાઈ ઉપર હિંસક હુમલો કરાતાં તેઓ લોહીથી લથપથ હાલતમાં જમીન પર પટકાયા હતા.

ચાર શખ્સે બંને ભાઈ પાસેથી કુલ રૂ.૩.ર૦ લાખની મતાની લુંટ ચલાવી હતી. મીલને બુમાબુમ કરતા આસપાસના લોકો આવી જતા ચારેય શખ્સ રીક્ષા લઈને નાસી ગયા હતા. મીલન અને તેના ભાઈને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમ્યાનમાં ચાર અજાણ્યા શખ્સ વિરૂધ્ધ મીલને ફરીયાદ નોધાવી હતી.

પોલીસે ફરીયાદના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફુટેજ મેળવી તપાસ ધમધમાટ શરૂ કર્યો છે.
છેલ્લા કેટલાક સમયથી શહેરમાં રીક્ષામાં ફરતી એક લુંટારું ગેગ સક્રીય થઈ છે જે રસ્તા પર જતી એકલદોકલ વ્યકિતઓને માર મારીને લુંટી લે છે.

અથવા તો મુસાફરોને રીક્ષામાં બેસાડીને ચાલુ રીક્ષા દરમ્યાન જાણી જાેઈને ભીડ કરીને મુસાફરોના થેલા, પાકીટ કે ખિસ્સામાંથી રોકડા, સોના ચાંદીના દાગીના અને મોબાઈલ ફોન ચોરી કરીને ફરાર થઈ જાય છે. આવી ગેગે હાલમાં રીતસર આતંક ફેલાવ્યો હોય તેવું લાગી રહયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.