Western Times News

Gujarati News

સુરતમાં કોરોનાને કારણે એક મહિલાનું મોત નિપજ્યું

સુરત, રાજ્યમાં ફરી એકવાર કોરોનાનો કહેર શરુ થઈ ગયો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. સુરતમાં કોરોનાને કારણે એક મહિલાનુ મોત નિપજ્યુ છે. આ મહિલાના પરિવારના સભ્યો સહિત ૧૫ વ્યક્તિના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. આ પહેલા પણ મહિલાને કોરોના થયો હતો પણ વેક્સીન ન લીધી હતી.

રાજ્યમાં બે દિવસ પહેલા જ હોળીનો તહેવાર ગયો છે અને આ તહેવારની ઉજવણી બાદ કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો જાેવા મળી રહ્યો છે. રાજ્યમાં એચ૧એન૩ કેસોમાં વધારો જાેવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં એચ૧એન૩થી મહિલાનું મોત થયું હોવાની આશંકા લગાવાઈ રહી છે. જાે કે મહિલાના રિપોર્ટ ગાંધીનગર ખાતે લેબમાં મોકલવામાં આવ્યો છે અને રિપોર્ટ આવ્યા બાદ જ સાચુ તથ્ય જાણી શકાશે.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૦ નવા કેસો નોંધાયા છે. આ ઉપરાંત ૬ જેટલા દર્દીઓ કોરોનાથી સાજા થઈને ઘરે પહોંચ્યા હતા. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૧૩૬ છે. આ ઉપરાંત કોરોનાના બે દર્દીની ગંભીર હાલત હોવાથી તે સારવાર લઈ રહ્યા છે. સુરત શહેરમાં ધુળેટીની ઉજવણી બાદ કોરોનાના દર્દીની ફરી શરૂઆત થઈ ગઈ છે. હાલમાં કોરોનાના દર્દી હાલ સિંગલ ડિજિટમાં છે પરંતુ નજીકના ભવિષ્યમાં ડબલ ડીજીટમાં આંકડો પહોંચે તેવી ભિતી છે. જેના કારણે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ફ્લૂના લક્ષણ હોય તેવા દર્દીઓને કોરોનાનો ટેસ્ટિંગ કરાવવા માટે અપીલ કરી છે. આ ઉપરાંત આવા લક્ષણો ધરાવતા દર્દીઓની માહિતી પાલિકાને ત્વરિત મળે તે માટે તબીબોને તાકીદ કરી છે. SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.