Western Times News

Gujarati News

શ્રી સોમનાથ મંદિરના સાનિધ્યે યોગ દિવસની ઉજવણી કરવામાં  આવી

સોમનાથ

ગીર સોમનાથ જીલ્લા કક્ષાની ઉજવણી શ્રી સોમનાથ મંદિર પરિસરમાં કરવામાં આવેલ હતી. જેમાં બિજ નિગમના ચેરમેન રાજસીભાઇ જોટવાના અધ્યક્ષ સ્થાને દિપ પ્રાગટ્ય થી આ પ્રસંગનો શુભારંભ કરેલ, ત્યાર બાદ સ્પોર્ટ તથા યોગ ક્ષેત્રે ખ્યાતી પામેલ યુવક-યુવતીઓને સન્માનીત કરવામાં આવેલ હતા.
આ પ્રસંગે પુર્વ રાજ્યમંત્રી જશાભાઇ બારડ, પાલીકા પ્રમુખ મંજુલાબેન સુયાણી, શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, ડિડિઓ રહેવર, અધિક કલેક્ટર એચ આર મોદી, ચીફ ઓફિસર જતિન વ્યાસ, મામલતદાર દેવ કુમાર આંબલીયા સહિત સ્થાનીક સામાજીક અગ્રણીઓ, વિવિધ કોલેજો-શાળા ના વિદ્યાર્થીઓ સહીત સૌ લોકોએ યોગ કરેલ હતા. સૌ લોકોને રીફ્રેશમેન્ટ લીંબુ શરબત તથા   બિસ્કીટ નુ વિતરણ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ હતુ. 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.