Western Times News

Gujarati News

ડાંગની દીકરી દિલ્હી ખાતે ‘કમલા પાવર વુમન એવોર્ડ’ થી સન્માનિત

(ડાંગ માહિતી ): આહવા, ગોલ્ડન ગર્લ તરીકે દેશને એશિયન ગેમ્સમાં સ્વર્ણપદક અપાવનારી, ડાંગની દીકરી કુ.સરિતા ગાયકવાડ દિલ્હી ખાતે ‘કમલા પાવર વુમન એવોર્ડ-૨૦૨૩’ થી સન્માનિત થઈ છે. આઠમી એશિયન ગેમ્સમાં દેશને ૪/૪૦૦ મીટર ની વિઘ્નદોડમાં સ્વર્ણપદક અપાવનારી ડાંગની આ દોડવીરને, દેશની જુદા જુદા ક્ષેત્રની પાવરફુલ ૭૫ મહિલાઓ સાથે સન્માનિત કરવામાં આવી છે.

વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષમાં દિલ્હી સ્થિત ડો.આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર, ૧૫-જનપથ ખાતે આયોજિત આ સન્માન સમારોહમાં, દેશના પ્રતિષ્ઠિત નાગરિકો, સરકારના વરિષ્ઠ મંત્રીશ્રીઓ, અધિકારીશ્રીઓ સહિત જુદા જુદા ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરી, દેશનું નામ રોશન કરનારી સન્નારીઓ ઉપસ્થિત રહી હતી. જેમની હાજરીમાં ડાંગની દીકરી કુ.સરિતા ગાયકવાડે આ સન્માન સ્વીકાર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.