Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

બંન્ને દીકરાના જન્મ બાદ બદલાઈ કરીનાની પ્રાથમિકતા

મુંબઈ, વર્કિંગ મધર પર કામ અને બાળક તેમ બંનેને સંભાળવાનું ઘણું પ્રેશર હોય છે, જેમાંથી બોલિવુડ ઈન્ડસ્ટ્રીના સેલેબ્રિટી પણ બાકાત નથી. તૈમૂર અને જેહના જન્મ બાદ કરીના કપૂર અને સૈફ અલી ખાન પણ આ પ્રેશરથી સારી રીતે વાફેક છે. ઉપરથી તેના બંને દીકરા સોશિયલ મીડિયા સેન્સેશન છે, તેમને જેટલું મીડિયા અટેન્શન ભાગ્યે જ કોઈ સ્ટારકિડ્‌સને મળતું હશે.

તેઓ ઘર બહાર નીકળે કે ફોટોગ્રાફર્સ તેમને ઘેરી લે છે અને તેમના વીડિયો તેમજ તસવીરો જાેતજાેતામાં વાયરલ થઈ જાય છે. આ સિવાય ઈન્સ્ટાગ્રામ પર બંનેના ઘણા બધા ફેન પેજ પણ છે. હાલમાં એક ઈન્ટરવ્યૂમાં એક્ટ્રેસને બંને બાળકોને સતત મળતું અટેન્શન તેને પરેશાન કરે છે કેમ તે પૂછવામાં આવ્યું હતું. કરીના કપૂરે કહ્યું હતું કે, દીકરાને મળતા અટેન્શનથી તે પરેશાન થતી નથી. કારણ કે, તે બધાને સમાન સમજે છે અને તે ફોટોગ્રાફર્સનું માન જાળવે છે, બદલામાં તે એવું જ કંઈક ઈચ્છે છે.

એક્ટ્રેસના કહેવા પ્રમાણે ‘હું અને સૈફ ખૂબ જ ઓપન છીએ. માતા-પિતા તરીકે અમે મીડિયાથી કંઈ જ છુપાવ્યું નથી. બાળકોની તસવીરો ક્લિક કરવા માટે એટલે ઈનકાર નથી કરતી કારણ કે, મારું માનવું છે કે જાે હું સન્મામ આપીશ તો મને જવાબમાં પણ સન્માન મળશે. જાે કે, હું કોઈની પાસેથી આદર માગી શકુ નહીં અથવા આ માટે કહી શકું નહીં. જાે હું મારા આસપાસના લોકો સાથે સમાન રીતે વર્તીશ, તો તેઓ પણ પ્રાઈવસીને માન આપશે. આ વાત અમારા માટે કામ કરી રહી છે.

કરીના કપૂરે સ્વીકાર્યું હતું કે, જ્યારથી તે મા બની છે ત્યારથી તેની પ્રાથમિકતા બદલાઈ ગયી છે અને તેથી જ તે લિમિટેડ કામ હાથમાં લઈ રહી છે. તેણે કહ્યું હતું કે, તે હેન્ડ-ઓન મોમ હોવા છતાં એવી વ્યક્તિ છે જેને બધું કરવું ગમે છે.

જાે કે, આ બધાથી ઉપર તે ૨૪/૭ છે. કરીના પોતાને ૭૦ ટકા મા અને ૩૦ ટકા એક્ટર તરીકે જુએ છે. તેને તેવું પણ લાગે છે, તેણે તેને જે કરવું ગમે છે તેનું પાલન તેને કરવાની જરૂર છે, જેમ કે બાળકોમાં વાંચવાની આદત પાડવી સહિતના વિષય. અગાઉ આપેલા એક ઈન્ટરવ્યૂમાં કરીનાએ કહ્યું હતું કે, તે અને સૈફ બંને દીકરાને પૂરતો સમય આપવાનો પ્રયાસ કરે છે. તેથી જ જ્યારે સૈફ શૂટિંગ કરતો હોય ત્યારે કરીના તેમની સાથે રહે છે જ્યારે કરીના કામ કરતી હોય ત્યારે સૈફ ઘરે રહે છે.

કરીના કપૂર અને સૈફ અલી ખાન ફિલ્મ ‘ટશન’ના સેટ પર પ્રેમમાં પડ્યા હતા, જે બાદ ૨૦૧૨માં તેમણે લગ્ન કર્યા હતા. લગ્નજીવનના ચાર વર્ષ બાદ કપલના ઘરે પારણું બંધાયું હતું અને તૈમૂરનો જન્મ થયો હતો. જે બાદ ૨૦૨૧માં નાના દીકરા જેહનો જન્મ થયો હતો. કપલ જેટલી જ પોપ્યુલારિટી તેમના બંને દીકરા પણ ધરાવે છેSS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers