Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ખૂબ જ સુંદર છે પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર

મુંબઈ, હાનિયા આમિર દેખાવે એટલી સુંદર છે કે તેની સામે બોલિવૂડની એક્ટ્રેસ પણ જાણે ફિક્કી પડે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પણ તેના લેટેસ્ટ ફોટો શેર કરી તેના હુસ્નનો જાદુ ફેલાવે છે. પાકિસ્તાની આ એક્ટ્રેસની એક ઝલક જાેવા માટે લોકો તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટની ખૂબ જ આતુરતાથી રાહ જુએ છે. તેના ફોટા પોસ્ટ કરતાંની સાથે જ વાયરલ થઈ જાય છે. હાનિયા આમિરને મોટાભાગે ટ્રેડિશનલ લુકમાં જાેવા મળે છે. જાેકે, તેણી વેસ્ટર્ન લુકમાં પણ જાેવા મળે છે.

ફેન્સને તેણી દરેક લુકમાં ખૂબ જ પસંદ આવે છે. ઈન્સ્ટાગ્રામ પર એક્ટ્રેસની શાનદાર ફેન ફોલોઇંગ છે. હાનિયા આમિરને સોશિયલ મીડિયા પર ૭.૫ મિલિયન લોકો ફોલો કરે છે. હાનિયા આમિર પોતાની અદાકારીની સાથે-સાથે ફોટો અને વીડિયો પણ શેર કરી લોકોને દીવાના બનાવતી રહે છે. થોડા સમય પહેલા તેણે કોઈ લગ્ન પ્રસંગમાં બોલિવૂડ સોન્ગ પર શાનદાર ડાન્સ કર્યો હતો. જે ખૂબ જ વાયરલ પણ થયો હતો. હાનિયા આમિરના ફોટો અને વીડિયો જેવા પોસ્ટ કરવામાં આવે છે.

ફેન્સ સતત કોમેન્ટ કરીને તેના વખાણ કરે છે. આ સાથે ડ્રામામાં કરેલી તેની એક્ટિંગના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થાય છે. હાનિયાની ક્યૂટનેસ અને તેના ગાલ પર પડતાં ડિમ્પલ ઉપર તમામ લોકો પોતાનું દિલ હારી બેસે છે. હાનિયાનો ક્યૂટ અંદાજ લોકોને ખૂબ જ આકર્ષિત કરે છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers