Western Times News

Gujarati News

દૂધના ટેન્કરની ગોઝારી જીવલેણ ટકકરે બાઇક સવાર યુવાનનું ઘટના સ્થળે જ મોત

(પ્રતિનિધિ)મોડાસા, અરવલ્લી જિલ્લામાં શુક્રવારે સવારે મોડાસા નજીક શામળાજી હાઇવે ઉપર ગાજણ ટોલનાકા પાસે દૂધના ટેન્કરની ગોઝારી જીવલેણ ટકકરે બાઇક સવાર યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે બાઇક સવાર અન્ય એક યુવાન ઘાયલ થતા તેને મોડાસા દવાખાને સારવાર અર્થે ખસેડાયો હતો.રૂરલ પોસઇ સંજયભાઈ શર્મા દ્વારા અકસ્માતની આ ઘટનાની વધુ તપાસ હાથ ધરાઈ હતી.

દૂધના ટેન્કરના ચાલકે ગાજણ ગામમાંથી નીકળી પુરઝડપે અને ગફલતભરી રીતે તું ટેન્કર હંકારી હાઈવે ઉપર ચડી શામળાજી તરફ એકદમ વાળી દેતા શામળાજી તરફથી મોડાસા તરફ આવતા બાઇકને જીવલેણ ટક્કર મારતા બાઇક ફંગોળાઈ ગયું હતું અને સર્જાયેલા આ જીવલેણ અકસ્માતમાં ભિલોડાના વેણપુરના બાઇક ચાલક મહેશસિંહ દલજીતસિંહ જાડેજા(ઉ.વ.૨૦) નું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે બાઇક પાછળ બેઠેલા યુવા હરદીપસિંહના શરીરે ગંભીર ઇજાઓ થતા તેને સારવાર અર્થે મોડાસા દવાખાને ખસેડવામાં. આવેલ છે.

મોડાસા રૂરલ પો સ ઇ એસ.એચ. શર્માએ અકસ્માત સર્જીને ટેન્કર મૂકી નાસી છુટેલ ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરી છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.