Western Times News

Gujarati News

અસીનને એવોર્ડ મળતાં તૂટી ગયું હતું અનુષ્કા શર્માનું દિલ

મુંબઈ, બોલીવુડના કિંગ શાહરૂખ ખાનની સાથે ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરવી એ કોઈ સ્વપ્નથી ઓછું નથી, પરંતુ આ શક્ય બન્યું હતું અનુષ્કા શર્મા સાથે. અભિનેત્રીએ શાહરૂખની સાથે ફિલ્મ ‘રબ ને બના દી જાેડી’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તેની કારકિર્દીએ એવી ઉડાન ભરી કે, પછી ફરી તેણે પાછળ વળીને જાેયું જ નહીં. Anushka Sharma was heartbroken when Asin got the award

તેમ છતાં અનુષ્કાના દિલમાં આ ફિલ્મ સાથે જાેડાયેલો એક અફસોસ રહ્યો છે, જેનો ખૂલાસો તેણે કર્યો હતો. વર્ષ ૨૦૧૮માં અનુષ્કાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેની પહેલી ફિલ્મ માટે જ્યારે તેને એવોર્ડ ન મળ્યો ત્યારે તે બાળકોની જેમ રડવા લાગી હતી. ખરેખર તો અનુષ્કા શર્માની ડેબ્યૂ ફિલ્મ રબ ને બના દી જાેડી વર્ષ ૨૦૦૮માં રિલીઝ થઈ હતી.

આ વર્ષે એ. આર. મુરુગદોસે તેલુગુ ફિલ્મ ગજનીની હિન્દી રિમેક રિલીઝ કરી હતી. આ ફિલ્મમાં આમિર ખાનની સાથે અસીન લીડ રોલમાં જાેવા મળી હતી. જાેકે, અસીનની આ બોલીવુડ ડેબ્યૂ ફિલ્મ હતી. આ જ કારણે આ બંને અભિનેત્રીઓને ફિલ્મફેર એવોર્ડ્‌સમાં બેસ્ટ ફિમેલ ડેબ્યૂ માટે નોમિનેટ કરવામાં આવી હતી.

વર્ષ ૨૦૧૮માં થયેલા ઇન્ટરવ્યૂ Whos Talking With Niranjanમાં અનુષ્કા શર્માએ કહ્યું હતું કે, તેમણે મને એવોર્ડ ન આપ્યો એટલે હું ઉદાસ થઈ ગઈ હતી. કારણ કે, મારા મતે, એવોર્ડ મને મળવો જાેઈતો હતો. હું પૂરી ગણતરી કરીને ગઈ હતી કે, અસીને તો તમિલ, તેલુગુ અને કન્નડ લગભગ દરેક ભાષાની ફિલ્મોમાં કામ કર્યું હતું. તે ઘણા વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં હતી. એટલે તેને તો નહીં જ આપે. અનુષ્કાએ વધુમાં જણાવ્યું હતું કે, ડેબ્યુ તો મારું થયું છે. હું નવી છું. મેં નવી ફિલ્મમાં કામ કર્યું છે.

પ્રોત્સાહનની જરૂર મને છે. અનુષ્કાને વિશ્વાસ હતો કે, એવોર્ડ તેને જ મળશે, પરંતુ બેસ્ટ ફિમેલ ડેબ્યૂનો એવોર્ડ અસીનને મળી ગયો હતો. અનુષ્કાએ તે ક્ષણને યાદ કરતા જણાવ્યું હતું કે, મારું મન દુઃખી હતું. હું ઉદાસ થઈ ગઈ હતી. તેમ છતાં મે તાળીઓ પાડી હતી, પરંતુ ત્યારે એક નાના બાળકની જેમ રડી હતી.

અનુષ્કા શર્માના વર્કફ્રન્ટની વાત કરીએ તો, અભિનેત્રીએ પોતાની ડેબ્યૂ ફિલ્મ પછી વર્ષ ૨૦૧૦માં બેન્ડ બાજા બારાત, વર્ષ ૨૦૧૨માં જબ તક હૈ જાન, વર્ષ ૨૦૧૬માં એ દિલ હૈ મુશ્કિલ, સુલતાન અને વર્ષ ૨૦૧૮માં સંજુ સહિત અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. ત્યારબાદ હવે તે ‘ચકદા એક્સપ્રેસ’માં જાેવા મળશે, જે ઝૂલણ ગોસ્વામીની બાયોપિક છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.