Western Times News

Gujarati News

રોકી ઔર રાની કી પ્રેમ કહાનીનું ટીઝર આ મહિનાના અંત સુધીમાં આવશે

મુંબઈ, ફિલ્મ નિર્દેશક અને ફિલ્મ નિર્માતા કરણ જાેહરની આગામી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીનો પહેલો લૂક તો આવી ગયો છે. કરણ જાેહરે પોતાના જન્મદિવસે આ લૂક જાહેર કર્યો હતો. જાેકે, હવે લોકો એ જાણવા ઉત્સુક છે કે, થિએટર્સમાં આ ફિલ્મ ૨૮મી જુલાઈએ રિલીઝ થશે.

જાેકે, આ ફિલ્મનું ટ્રેલર ક્યારે આવશે. તે માટે ફેન્સ ઘણા ઉત્સુક છે. આપને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, આ ફિલ્મનું પહેલું ટીઝર આ મહિનાના અંત સુધીમાં આવી શકે છે. જાેકે, આ માટે કોઈ ચોક્કસ તારીખ જાહેર નથી કરવામાં આવી.

ટીમ ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરશે. આપને જણાવી દઈએ કે, ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. બીજી તરફ આ ફિલ્મ અંગે કરણ જાેહર પણ ખૂબ ઉત્સુક છે.

કારણ કે, તે ૬થી ૭ વર્ષ પછી કોઈ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યો છે. આપને જણાવી દઈએ કે, કરણ જાેહરના નિર્દેશન હેઠળ બનેલી આ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે.

આ ઉપરાંત ફિલ્મમાં ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન સહિતના મહાન કલાકારો જાેવા મળશે. ધર્મેન્દ્ર અને જયા બચ્ચન ઘણા વર્ષો પછી એકસાથે ફિલ્મ સ્ક્રીન શેર કરતાં જાેવા મળશે. જાેકે, આ બધા ફિલ્મ સ્ટાર્સને એકસાથે જાેવા માટે દર્શકો ખૂબ રાહ જાેઈ રહ્યા છે તે નક્કી છે. એટલે કે આ ફિલ્મમાં એક મોટો પરિવાર જાેવા મળશે.

આ પહેલાં એવા પણ સમાચાર આવ્યા હતા કે, આ ફિલ્મની સ્ટોરી સ્લોટ લીક થઈ ગયો છે, પરંતુ તે વાતમાં કેટલી સચ્ચાઈ છે તે તો સમય આવતા ખબર પડશે. બીજી તરફ આ ફિલ્મમાં રોકીના રોલમાં રણવીર સિંહ તો રાનીના રોલમાં આલિયા ભટ્ટ જાેવા મળશે. જ્યારે રણવીર સિંહ રંધાવા પરિવારમાંથી આવે છે. તો આલિયા ભટ્ટ ચેટરજી એટલે કે બંગાળી પરિવારમાંથી આવે છે. તેવું પોસ્ટર પરથી સ્પષ્ટ થાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.