Western Times News

Gujarati News

કુપવાડામાં સેના સાથેની અથડામણમાં 5 આતંકી ઠાર

(એજન્સી)શ્રીનગર, જમ્મુ કાશ્મીરના કુપવાડાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કુપવાડાના જુમાગંદ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ દરમિયાન એન્કાઉન્ટરમાં પાંચ વિદેશી આતંકવાદીઓ માર્યા ગયા છે.

કાશ્મીર છડ્ઢય્ઁ વિજય કુમારે જણાવ્યું છે કે, હજી પણ અહીં સર્ચ ઓપરેશન ચાલુ છે. જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળો અને પોલીસે કુપવાડામાં તેમના સંયુક્ત ઓપરેશન દરમિયાન પાંચ વિદેશી આતંકવાદીઓને ઠાર માર્યા છે.

સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. કાશ્મીર પોલીસના એડીજીપીએ કહ્યું કે સુરક્ષા દળોને અહીં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, ત્યાર બાદ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને હાલમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

કાશ્મીરમાંથી આતંકવાદીઓનો સફાયો બોલાવવા માટે ખાસ ઓપરેશન ચાલી રહી છે અને એક પછી એક કુખ્યાત આતંકવાદીઓને ઠાર કરવામાં આવી રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.