Western Times News

Gujarati News

સવારે ઘરેથી મોર્નિગ વોકમાં નિકળેલા ત્રણને ગાડીએ કચડ્યાં

હૈદરાબાદ: સનસિટી બંદલાગુડામાં મંગળવારે એક કાર તેમની સાથે અથડાતાં એક બાળક સહિત ત્રણ મોર્નિંગ વોકર્સનાં મોત થયાં હતાં અને અન્ય ચારને ઈજા થઈ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, પીડિત લોકો કે જેમાં એક માતા અને બાળક હતા, તેઓ સવારના સમયે મોર્નિંગ વોક માટે નીકળી રહ્યા હતા ત્યારે બંદલાગુડા રોડ પર સવારે એક કાર તેમની સાથે અથડાઈ હતી. માતા અને બાળક અને અન્ય એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

ઘટના બાદ કાર ચાલક કાર મુકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઘાયલ લોકોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. મૃત્યુ પામેલા ત્રણ વ્યક્તિઓના મૃતદેહને ઓસ્માનિયા હોસ્પિટલના શબઘરમાં ખસેડવામાં આવ્યા હતા. કેસ નોંધાયો છે.

પ્રત્યક્ષદર્શીઓએ પોલીસને જણાવ્યું કે કાર ખૂબ જ ઝડપે જઈ રહી હતી અને ડ્રાઈવરે તેના પરનો કાબૂ ગુમાવ્યો અને રાહદારીઓ પર ચડી ગઈ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.