Western Times News

Gujarati News

ફિલ્મ દેવભૂમિથી પ્રેરિત છે રોકી ઓર રાની કી પ્રેમ કહાનીનું પોસ્ટર?

મુંબઈ, બોલિવૂડ ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીનું ટ્રેલર આવી ગયું છે. આ ફિલ્મમાં એક્ટર રણવીર સિંહ અને આલિયા ભટ્ટ લીડ રોલમાં જાેવા મળી રહ્યા છે. ત્યારે હવે એવી ચર્ચા છે કે રોકી ઔર રાની કી પ્રેમ કહાનીનું પોસ્ટર ગુજરાતી ફિલ્મ દેવભૂમિના પોસ્ટર સાથે સામ્યતા ધરાવે છે.

ગુજરાતી ફિલ્મ દેવભૂમિમાં એક્ટર મોલિક ચૌહાણ અને ભૂમિકા બારોટ લીડ રોલમાં છે. ટ્રેલર જાેતાં જ ખ્યાલ આવે છે કે ફિલ્મમાં રોકી અને રાની બે સંપૂર્ણપણે અલગ બેકગ્રાઉન્ડ ધરાવતા લોકોની સ્ટોરી છે, રોકી અને રાની કે જેઓ એકબીજા સાથે લગ્ન કરવા માગે છે. રાની વેલ એજ્યુકેટેડ બંગાળી પરિવારમાંથી આવે છે અને રોકી મસ્તમૌલા પંજાબી છોકરો છે.

રોકીના પ્રેમમાં પડીને રાનીને સમજાયું કે તેનો પરિવાર ક્યારેય રોકીને સ્વીકારશે નહીં. આ પછી તેઓ બંને આઈડિયા શોધે છે. થોડા મહિનાઓ માટે બંને એકબીજાના પરિવારમાં રહેવા લાગે છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ ખૂબ જ સુંદર લાગી રહી છે. જ્યારે રણવીર સિંહ તેના રંગીન લૂકમાં છે.

ફિલ્મના ટ્રેલરને લઈને લોકોના મિક્સ રિએક્શન આવી રહ્યા છે. ઘણાં લોકોએ લખ્યું છે કે આ ફિલ્મની સ્ટોરી ૨ સ્ટેટ્‌સ જેવી છે. મોટાભાગના લોકોને રણવીરની ઓવર એક્ટિંગ પસંદ નથી આવી રહી.

ફિલ્મના દ્રશ્યો કલંક, કભી ખુશી કભી ગમ જેવી ઘણી ફિલ્મોની યાદ અપાવી રહ્યા છે. ટ્રેલર જાેઈને ઘણાં લોકોને શાહરૂખ ખાનની યાદ પણ આવી ગઈ હતી. રોકી અને રાનીની લવ સ્ટોરીના ટ્રેલરમાં રણવીર સિંહની ફની સ્ટાઈલ જાેવા મળી રહી છે. આ ટ્રેલરમાં બતાવવામાં આવી રહ્યું છે કે બંનેના પરિવાર ખૂબ જ અલગ છે, પરંતુ આલિયા અને રણવીર એકબીજાના પરિવારમાં પોતાને એડજસ્ટ કરવા માટે ૩ મહિના સુધી એકબીજાના ઘરે રહે છે.

ચાહકોને આ ટ્રેલર પસંદ આવી રહ્યું છે. ટ્રેલરની શરૂઆતમાં બતાવવામાં આવ્યું છે કે આલિયા રણવીરની કારને ટક્કર મારે છે. આ ટ્રેલરમાં તમને ડ્રામા, રોમાન્સ, મસ્તી જાેવા મળી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.