Western Times News

Gujarati News

વાડજમાં પત્નીના આડાસંબંધના વહેમમાં પતિનો પાડોશી યુવક પર હુમલો

યુવકને ગંભીર ઈજા  : છેલ્લા કેટલાક દિવસોથી પતિ અને

પાડોશી યુવક વચ્ચે અવારનવાર  તકરારો થતી હતી

અમદાવાદ : પાડોશીની પત્ની સાથે આડા સંબંધ રાખતાં એક યુવાનને તથા તેની માતા ઉપર પાડોશીએ ચપ્પુ વડે હુમલો કર્યોનો બનાવ વાડજ પોલીસ સ્ટેશનમાં ચોપડે નોધાયો છે ચપ્પુ વડે હુમલો કરતા ઈજાગ્રસ્ત થયેલાં યુવાન તથા તેની માતાએ હોસ્પીટલમાં સારવાર લેવાની ફરજ પડી છે.

આ અંગેની વિગત એવી છે કે જુના વાડજની તુલસીનગર સોસાયટીમાં રહેતા રોનકભાઈ અશોકભાઈ ખોમસુરીયાને ત્રણેક વર્ષથી તેમની પાડોશમા રહેતા મહેશભાઈ મકવાણાના પત્ની ડીમ્પલ સાથ પ્રેમ સંબંધ હતો. તે બંને અવારનવાર મળતાં રહેતા અને ફોન ઉપર પણ વાતો કરતા હતા આ અંગે કેટલાંક દિવસ અગાઉ મહેશભાઈ જાણ થઈ જતા તેમણે રોનક સાથે ઝઘડો કર્યો હતો અન્ય લોકએ વચ્ચે પડીને મામલો શાત પાડ્યો હતો.
દરમિયાન ગઈકાલે રાત્રે રોનક તથા તેનો પરીવાર જમી પરીવારીને રાત્રે સાડા દસ વાગ્યે સુઈ ગયો હતો ત્યારે મધરાત્રે બે વાગ્યાનાં સુમારે કોઈ ઘરની બહાર ગાળો બોલતો હોય તેમ લાગતા રોકનના માતા જાગ્યા હતા અને રોનકને જાવા મોકલ્યો હતો ઘરનો દરવાજા ખોલતા સામે જ મહેશભાઈ હાથમા ચપ્પુ લઈને ઉભા હતા અને રોનક સાથે ગાળાગાળી કરીને પાસે રહેલા ચપ્પુ વડે હુમલો કરતા રોનકને હાથમા ઈજા પહોચી હતી.

ત્યારે તેની માતા વચ્ચે આવતાં તેમને પણ છરીના ઘા વાગ્યા હતા જેને પગલે બુમાબુમ થતા સોસાયટીમાં અન્ય રહીશો પણ જાગી ગયા હતા અને રોનકના ઘર આગળ ભેગા થઈ ગયા હતા. આ દરમિયાન રોનકની બહેન પણ આવી પહોચી હતી લોકો એકત્ર છતા મહેશભાઈ આજે તેને છોડુ છું.

હવે પછી મારી પત્ની સાથે વાત કરી તો જાનથી મારી નાખીશ અને તારી બહેનને પણ ઉઠાવી જઈશ તેવી ધમકીઓ આપી ત્યાથી જતા રહ્યા હતા.ગભરાઈ ગયેલી રોનકની બહેને તુરત પોલીસને જાણ કરતા વાડદ પોલીસ ઘટના સ્થલે પોહોંચી ગઈ હતી અને રોનકની ફરીયાદ લઈને મહેશભાઈને ઝડપવા કાર્યવાહી હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.