Western Times News

Gujarati News

ગોપી વહુએ મેકર્સની વાત માની હોત તો બની જાત ટીવીની સૌથી મોંઘી એક્ટ્રેસ

મુંબઈ, સાથ નિભાના સાથિયાની પહેલી ગોપી વહુ જિયા માણેક ૩૭ વર્ષની છે. પરંતુ તેની ક્યૂટનેસ તો હજુ પણ એવી જ છે. તે હજી પણ તેના લેટેસ્ટ ફોટોમાં ભોળી અને ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. સાથ નિભાના સાથિયા’ની પહેલી સીઝન વર્ષ ૨૦૧૦માં ટેલિકાસ્ટ થઈ હતી, જે ૨૦૧૭માં પૂરી થઈ હતી. Gopi Vahu’s career almost got ruined after she got out of ‘Saath Nibhana Saathiya’

જીયા માણેક આ શોની શરૂઆતથી જ આ શોનો ભાગ હતી. આ શોમાં જિયાને ખૂબ જ સીધીસાદી અને સંસ્કારી વહુ તરીકે દર્શાવવામાં આવી હતી. જિયા આ શોમાં સૌની ફેવરિટ બની હતી. સાથે જ આ શો તેના કારણે ટીઆરપી લિસ્ટમાં ટોપ-૫માં આવી ગયો હતો. આ શોમાં જિયાએ લાંબા સમય સુધી કામ કર્યું અને લોકોનું દિલ જીતી લીધું.

જાેકે અચાનક ૨૦૧૨માં જ્યારે તેને ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’ની ઓફર કરવામાં આવી ત્યારે તેને કંઇક અલગ કરવાની ઇચ્છા થઇ આવી. કહેવાય છે કે જ્યારે જિયા સંસ્કારી બહુનું પાત્ર ભજવીને કંટાળી ગઈ ત્યારે તેણે પોતાના કરિયરમાં આ શો દ્વારા મોટું રિસ્ક લીધું અને આ તેની સૌથી મોટી ભૂલ બની ગઈ. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર,’સાથ નિભાના સાથિયા’માં બે વર્ષ સુધી કામ કર્યા બાદ તેણે ‘ઝલક દિખલા જા’નું પ્લાનિંગ કર્યું ત્યારે શોના ડાયરેક્ટર નારાજ થઇ ગયા હતાં.

સાથ નિભાના સાથિયાના મેકર્સ નહોતા ઈચ્છતા કે તે આ શો છોડીને બીજા શોમાં જાય. તેણે જિયાને શોમાં રાખવાનો ખૂબ પ્રયાસ કર્યો પરંતુ તે મક્કમ રહી. આખરે તે ‘સાથ નિભાના સાથિયા’ના મેકર્સની વિરુદ્ધ ગઈ અને ‘ઝલક દિખલા જા’ શો કર્યો. શોમાં જાેડાયા બાદ જિયા થોડા દિવસો સુધી ઘણી ચર્ચામાં રહી હતી પરંતુ તે શોની અધવચ્ચે જ તે બહાર થઇ ગઇ હતી.

આ શો બાદ તેની કરિયરનો ગ્રાફ ખૂબ જ ઘટી ગયો હતો. ‘સાથ નિભાના સાથિયા’માંથી બહાર થતાં જ તેનું કરિયર લગભગ બરબાદ થઈ ગયું હતું. જિયા ન તો ડાન્સ રિયાલિટી શોની વિનર બની શકી કે ન તો તેને ફરી ક્યારેય સીરિયલમાં લીડ રોલ મળ્યો. કહેવાય છે કે જાે જિયાએ મેકર્સની વાત માની હોત તો આજે તે કંઈક બીજા જ લેવલ પર હોત. તે ટીવીની સૌથી શાનદાર અને મોંઘી એક્ટ્રેસ સાબિત થઇ હોત.

જાે કે તેના નસીબમાં કંઈક બીજું જ લખેલું હતું. આ સિવાય વર્ષ ૨૦૧૨માં જિયાના નામ પર વધુ એક વિવાદ ત્યારે જાેડાયો જ્યારે તે પોતાની માતા અને કેટલાક મિત્રો સાથે એક ફેમસ હુક્કા રેસ્ટોરન્ટમાં ગઇ હતી. તે ત્યાં દરોડા દરમિયાન જાેવા મળી હતી. આની અસર તેના કરિયર પર પણ પડી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.