Western Times News

Gujarati News

કરીના અને પરિવારનો આશરે બે મહિનાના વેકેશનનો અંત આવવાને આરે

કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરેલી તસવીરમાં જાેઈ શકાય છે કે, તેણે ગાર્ડનની વચ્ચે ચાદર પાથરી છે અને ઊંઘી રહી છે

મુંબઈ, કરીના કપૂર અને સૈફ અલી ખાન હાલ તેમના બંને બાળકો- તૈમૂર અલી ખાન અને જેહ અલી ખાન સાથે યુરોપમાં વેકેશન એન્જાેય કરી રહ્યા છે. તેઓ આશરે બે મહિનાથી ત્યાં છે અને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી એક્ટ્રેસ અવારનવાર તસવીરો શેર કરીને ફેન્સને એન્ટરટેન કરતી રહે છે. જાે કે, તેમના આ લાંબા વેકેશનનો હવે ધ એન્ડ આવવા જઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. તેનાથી મારા મમ્મી કરીના જ નહીં પરંતુ તેનો નાનો દીકરો જેહ પણ સહેજ અપસેટ છે. બુધવારે એક્ટ્રેસે તે લીલાછમ ઘાસની વચ્ચે સૂતી હોય તેવી એક તસવીર શેર કરી હતી. Kareena and Saif Ali Khan vacation in Europe with Taimur and Jeh Ali Khan

તો જેહ પણ તેની પીઠ પર ચડી ગયો હતો અને ઊંઘી ગયો હતો. આ ક્યૂટ ક્ષણને કોઈએ કેમેરામાં કેપ્ચર કરી લીધી હતી. આ પોસ્ટની સાથે-સાથે તેણે તેમનું ફેમિલી વેકેશન ખતમ થઈ રહ્યું હોવાની ફરિયાદ કરી હતી. કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરેલી તસવીરમાં જાેઈ શકાય છે કે, તેણે ગાર્ડનની વચ્ચે ચાદર પાથરી છે અને ઊંઘી રહી છે. તેણે વાદળી કલરના શર્ટની સાથે ડેનિમ પહેર્યું છે તો જેહે પણ મમ્મી સાથે મેચિંગ કરતાં વાદળી ટીશર્ટ અને શોર્ટ્‌સ પહેરી છે. આ સાથે લખ્યું છે ‘તે મૂડ જ્યારે તમને ખબર હોય કે તમારા ઉનાળાના વેકેશનનો થોડા દિવસમાં અંત આવવા જઈ રહ્યો છે.

ઊંઘભર્યું જીવન, ઊંઘી રહેલી મમ્મી અને દીકરો’. ખાસ ફ્રેન્ડ અનિતા શ્રોફે કોમેન્ટ કરી હતી ‘રહેવા માટેની શ્રેષ્ઠ જગ્યા’ તો કેટલાક ફેન્સે મા-દીકરાની આ જાેડી પર પ્રેમ વરસાવતા રેડ હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યા હતા. જુનિયર પટૌડી પરિવારના ચારેય સભ્યોની કેટલીક અનસીન તસવીરો પણ સામે આવી છે. જેમાંથી એક તસવીર સૈફની બંને દીકરા સાથેની છે, જે ખૂબ જ ક્યૂટ છે. રેડ કલરનું સ્વેટર પહેરી ડાઈનિંગ ટેબલ પર બેઠેલો જેહ ચિપ્સ ખાઈ રહ્યો છે, તેનું ધ્યાન ક્યાંક બીજે છે. તો તૈમૂર કેમેરા સામે જાેઈ સ્માઈલ કરી રહ્યો છે તેના હાથમાં પણ પેકેટ જેવું કંઈક છે.

તો સૈફ કોઈની સાથે વાત કરી રહ્યો છે. બીજી તસવીર કરીના અને સૈફની છે, બંને હાલ જ્યાં રોકાયા છે તે ઘરની બહાર તસવીર ક્લિક કરાવી છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, કરીના કપૂર પાસે ઢગલો પ્રોજેક્ટ પાઈપલાઈનમાં છે. તે ખૂબ જલ્દી સુજાેય ઘોષની ફિલ્મ ‘ધ ડીવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’માં દેખાશે, જેમાં તેની સાથે વિજય વર્મા અને જયદીપ અહલાવત જેવા કલાકારો છે.

આ ફિલ્મથી તે ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરશે. આ સિવાય તેની પાસે એકતા કપૂર અને હંસલ મહેતા સાથેની અનટાઈટલ્ડ ફિલ્મ છે, જેનું શૂટિંગ તેણે આટોપી લીધું છે. આ સિવાય હાલ તેની પાસે રિયા કપૂરની તબુ અને ક્રીતિ સેનન સાથેની ફિલ્મ ‘ધ ક્રૂ’ છે, જેમાં કપિલ શર્મા કેમિયો કરતો દેખાશે. બીજી તરફ સૈફ અલી ખાન ફિલ્મ ‘દેવારા’માં સાઉથ એક્ટર જુનિયર એનટીઆર સાથે દેખાશે.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.