Western Times News

Gujarati News

ભારતીય સેનાએ પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી

અમદાવાદઅમદાવાદ, ગાંધીનગર, ધ્રાગંધ્રા, ડિઝર્ટ સેક્ટર અને જામનગરમાં મિલિટરી સ્ટેશનોમાં પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા 21 જૂન, 2019નાં રોજ સૈનિક દળો અને એમનાં કુટુંબીજનો માટે યોગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમનોવિષય‘શાંતિ, સુખી અને આરોગ્ય’ હતો. અધિકારીઓ અને પરિવારજનોએ પવિત્ર વાતાવરણમાં વ્યાવસાયિક યોગ પ્રશિક્ષકનાં માર્ગદર્શન હેઠળ યોગ અને ધ્યાનનો અભ્યાસ કર્યો હતો.

યોગનાં સત્રોની શરૂઆત ‘સ્ટ્રેચિંગ એન્ડ લૂઝનિંગ એક્સરસાઇઝ’ સાથે થઈ હતી. ત્યારબાદ યોગનાં મૂળભૂત આસનો અને ‘કપાલભાતિ’ અને ‘પ્રાણાયમ’ જેવી ‘શ્વાસોશ્વાસની કસરત’ કરવામાં આવી હતી.યોગની મુખ્ય શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અસરો પર વિશેષ ધ્યાનકેન્દ્રિત કરવામાં આવ્યું હતુ. સાથે-સાથે યોગાસનો, શ્વાસોશ્વાસની ક્રિયાઓ અને ધ્યાનનાં લાભ વિશે સહભાગીઓને માહિતી આપવામાં આવીહતી.

યોગ પ્રાચીન ભારતીય પરંપરાની એક મુલ્યવાલ ભેટ છે, જે તન, મન, વિચાર અને ક્રિયા વચ્ચે સંકલન સ્થાપિત કરે છે.યોગ મનુષ્ય વચ્ચે પ્રકૃતિ વચ્ચે સુમેળ સાધવામાં મદદરૂપ થાય છેતેમજ સ્વાસ્થ્ય અને સુખાકારીનો સંપૂર્ણ દૃષ્ટિકોણ વિકસિત કરે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.