Western Times News

Gujarati News

Costochondritis બીમારીનો શિકાર બની છવી મિત્તલ

કેન્સરને હરાવ્યા પછી કેન્સરની સારવાર દરમિયાન લેવાયેલા રેડિયેશન હોઈ શકે છે અથવા ઓસ્ટોપીનિયા માટે લીધેલા ઈન્જેક્શનની આડઅસર હોઈ શકે છે
મુંબઈ, છવી મિત્તલે જણાવ્યું કે costochondritis નામની આ બીમારીને કારણે તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. એ પણ જણાવ્યું કે કયા સંભવિત કારણોસર તે costochondritis નામની આ બીમારીની ઝપેટમાં આવી ગઈ. છવી મિત્તલે જણાવ્યું કે costochondritis   એક એવી બીમારી છે કે જેમાં છાતીની પાંસળીમાં ઈજા પહોંચે છે. છવી મિત્તલે તેના જિમ સેશનની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી અને લખ્યું, ‘હું માર્કેટમાં એક નવી બીમારી લઈને આવી છું. તેનું નામ ‘કોસ્ટોકોનડ્રાઈટિસ’ છે. Chhavi Mittal became a victim of costochondritis
જેનું કારણ કેન્સરની સારવાર દરમિયાન લેવાયેલા રેડિયેશન હોઈ શકે છે અથવા ઓસ્ટોપીનિયા માટે લીધેલા ઈન્જેક્શનની આડઅસર હોઈ શકે છે. જે કદાચ સતત થતી ઉધરસના કારણે હોઈ શકે છે કે જે મને ગત થોડા દિવસોથી હતી. છવી મિત્તલે આગળ લખ્યું કે, શ્વાસ લેતી વખતે છાતીમાં દુઃખાવો થાય છે. જાે હું મારા હાથનું હલનચલન કરું અથવા સૂઈ જાઉં અથવા બેસું ત્યારે પીડા થાય છે. હું હસું ત્યારે પણ પીડા થાય છે.
હું હંમેશા હકારાત્મક નથી. પરંતુ ક્યારેક હું નકારાત્મક થઈ જાઉં છું. તેથી હું મારી છાતીને હાથમાં પકડીને જીમ ગઈ. આપણે પડીએ છીએ, પણ શું આપણે બધા ફરી ઉઠીએ છીએ? હું ઉઠી છું હું જાણું છું કે તમે બધા પણ કોઈને કોઈ સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છો. પરંતુ તમે એકલા નથી અને આ પણ પસાર થઈ જશે. છવી મિત્તલે એપ્રિલ ૨૦૨૨માં કહ્યું હતું કે તે બ્રેસ્ટ કેન્સરથી પીડિત છે.
તે પ્રારંભિક તબક્કાનું કેન્સર હતું, જેના માટે તેણે કીમોથેરાપી પણ લેવી પડી હતી. જાેકે છવીએ હવે કેન્સરને હરાવી દીધું છે અને તે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ છે. પરંતુ હવે અભિનેત્રીને એક નવી બીમારીએ ઘેરી લીધી છે. છવી મિત્તલે ઘણા ટીવી શો અને ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં તે યુટ્યુબર છે અને વેબ શો જીૈં્‌ની ક્રિએટર પણ છે.ss1

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.