Western Times News

Gujarati News

નેહા મલિકે બોડીકોન ડ્રેસમાં શેર કરી ગ્લેમરસ તસવીરો

મુંબઈ, બોલીવૂડ અભિનેત્રી નેહા મલિક દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. એક્ટ્રેસે હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી છે. નેહા મલિક જાણે છે કે પોતાના ચાહકોને કઈ રીતે દિવાના બનાવવા. નેહા મલિકે બોડીકોન ડ્રેસમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.

નેહા અવારનવાર પોતાના શાનદાર લુકથી ઈન્ટરનેટ પર સનસનાટી મચાવે છે. લેટેસ્ટ તસવીરોમાં પણ તેના ટોન્ડ બોડીને જાેઈને ફેન્સના હોશ ઉડી ગયા છે. નેહા મલિકનો આ ગ્લેમરસ અંદાજ ફેન્સને પસંદ આવ્યો છે. ફેન્સ નેહાની તસવીરોને લાઈક કરી રહ્યા છે. બોડીકોન ડ્રેસમાં નેહા મલિક ખૂબ જ સુંદર લાગી રહી છે.

નેહા મલિક ભોજપૂરી એક્ટ્રેસ છે. પોતાના બોલ્ડ અંદાજને લઈ ચર્ચામાં રહે છે. નેહા મલિક તેની દરેક પોસ્ટ્‌સ સાથે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે. નેહા મલિકના ચાહકો તેના આ કાતિલ લૂકમાં પસંદ કરી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.