Western Times News

Gujarati News

પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસનું મહેસાણા સ્ટેશન ખાતે વધારાનું સ્ટોપેજ

પશ્ચિમ રેલવે દ્વારા ઓખા-જયપુર એક્સપ્રેસના સિદ્ધપુર સ્ટેશન ખાતે અને પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસનું મહેસાણા સ્ટેશન ખાતે વધારાનું સ્ટોપેજ

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, ટ્રેન નં. 19573/19574 ઓખા-જયપુર-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ નું સિદ્ધપુર સ્ટેશન ખાતે અને ટ્રેન નંબર 19269/19270 પોરબંદર-મુઝફ્ફરપુર-પોરબંદર એક્સપ્રેસ ટ્રેન નું મહેસાણા સ્ટેશન ખાતે પ્રાયોગિક ધોરણે સ્ટોપેજ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે જેની વિગતો નીચે મુજબ છે:

·       14 ઓગસ્ટ, 2023 થી ઓખા થી ઉપડનારી ટ્રેન નંબર 19573 ઓખા-જયપુર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન નો સિદ્ધપુર સ્ટેશન ખાતે 15.08.2023 થી આગમન-પ્રસ્થાનનો સમય 06.29/06.31 કલાકે તથા 15 મી ઓગસ્ટ, 2023 થી જયપુર થી ઉપડનારી ટ્રેન નંબર 19574 જયપુર-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન નો સિદ્ધપુર સ્ટેશન ખાતે 16.08.2023 થી આગમન-પ્રસ્થાનનો સમય 01.56/01.58 કલાકનો રહેશે.

·       17 મી ઓગસ્ટ 2023 થી પોરબંદર થી ઉપડનારી ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ નો મહેસાણા સ્ટેશન ખાતે 18.08.2023 થી આગમન-પ્રસ્થાનનો સમય 04.38/04.40 કલાકનો રહેશે અને ટ્રેન નંબર 19270 મુઝફ્ફરપુર-પોરબંદર એક્સપ્રેસ ટ્રેન નો મહેસાણા સ્ટેશન ખાતે 15.08.2023 થી આગમન-પ્રસ્થાનનો સમય 03.45/03.47 કલાક નો રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.