Western Times News

Gujarati News

OMG 2ની સફળતાથી અક્ષય કુમાર થયો ખુશ

ટીમ માટે ડિનરનું આયોજન કર્યું, આપી સક્સેસ પાર્ટી

અક્ષય લાંબા સમયથી એક હિટ ફિલ્મની રાહમાં હતો અને તેનું સપનું OMG 2ના રૂપમાં સાકાર થયું ર્છેં

મુંબઈ, એક તરફ જ્યાં સની દેઓલની ગદર ૨ બોક્સ ઓફિસ પર સુનામી લઈને આવી છે, તો બીજી તરફ અક્ષય કુમારની ‘ઓહ માય ગોડ ૨’ પણ ધૂમ મચાવી રહી છે. બંને ફિલ્મો એક સાથે ૧૧ ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ‘ગદર ૨’ એ ત્રણ દિવસમાં જ ૧૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે, જ્યારે ‘OMG 2’ એ ત્રણ દિવસમાં ૪૩.૧૧ કરોડ રૂપિયાની કમાણી કરી છે. Akshay Kumar is happy with the success of OMG 2

અક્ષય કુમાર ફિલ્મને મળેલા પ્રતિસાદથી ઘણો ખુશ છે. તેઓએ તાજેતરમાં ર્ંસ્ય્ ૨ ની સફળતાની ઉજવણી કરી અને સમગ્ર કાસ્ટ અને ક્રૂ માટે ડિનર પાર્ટી આપી. ઓહ માય ગોડ ૨ને ૨૭ કટ પછી છ સર્ટિફિકેટ મળ્યું છે. તેમ છતાં લોકો આ ફિલ્મને પસંદ કરી રહ્યા છે. ‘ઓહ માય ગોડ ૨’ની વાર્તા ભગવાન શિવના ભક્ત કાંતિ શરણ મુદગલ અને તેના પુત્ર વિશે છે, જે ખોટી કંપનીમાં ફસાઈ જાય છે.

તેનો એક વીડિયો વાયરલ થયો છે, જેના કારણે ઘણી બદનામી થઈ રહી છે. OMG 2 સેક્સ એજ્યુકેશનની થીમ પર આધારિત છે, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું છે. ર્ંસ્ય્ ૨ ની સફળતાથી ખુશ અક્ષય કુમારે ફિલ્મની સમગ્ર ટીમ માટે ડિનર પાર્ટી આપી હતી. બધાએ સાથે મળીને ખૂબ જ મસ્તી કરી અને તસવીરો પડાવી. આ ડિનર પાર્ટીની એક તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

તસવીરમાં યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી પણ જાેવા મળે છે. અક્ષય કુમારની છેલ્લી સાત ફિલ્મો બોક્સ ઓફિસ પર કંઈ કમાલ કરી શકી નથી. ઘણા સમયથી તે એક જાેરદાર હિટ ફિલ્મની શોધમાં હતો, જે હવે OMG 2ના રૂપમાં પૂર્ણ થઈ ગઈ છે. આપને જણાવી દઈએ કે, ઓહ માય ગોડ ૨નું બજેટ ૧૫૦ કરોડ રૂપિયા છે. આ ફિલ્મને અમિત રાયે ડિરેક્ટ કરી છે. આમાં પવન મલ્હોત્રા, અરૂણ ગોવિલ, ગોવિંદ નામદેવ અને બ્રિજેન્દ્ર કાલા જેવા કલાકાર છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.