Western Times News

Gujarati News

સૈફ અલી ખાને પત્ની અને ચારેય બાળકો સાથે સેલિબ્રેટ કર્યો બર્થ ડે

નાના દીકરા જેહની વાત સાંભળી સૌ હસી પડ્યા

સૈફ અલી ખાન ૫૩ વર્ષનો થઈ ગયો છે, બુધવારે તેનો બર્થ ડે હતો, જેનું સેલિબ્રેશન તેણે બાળકો સાથે કર્યું હતું

મુંબઈ, સારા અલી ખાનનો બર્થ ડે ૧૨ ઓગસ્ટે જ્યારે સૈફ અલી ખાનનો બર્થ ડે ૧૬ ઓગસ્ટે આવે છે. દર વર્ષે સારા બર્થ ડે પહેલા મમ્મી અમૃતા રાવ સાથે બનાવે છે અને સૈફના જન્મદિવસ પર તેના ઘરે બંનેનું જાેડે સેલિબ્રેશન કરવામાં આવે છે. આ વખતે પણ તેમ જ થયું. સારાએ શનિવારે ઉજવણી કરી હતી તેની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી અને હવે સૈફ સાથે તેણે કરેલી કેક કટિંગની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. Saif Ali Khan celebrated his birthday with his wife and four children

સૈફ ઈન્સ્ટાગ્રામ પર નથી ત્યારે સારા અને કરીના કપૂર તેમના હેન્ડલ પર ઝલક દેખાડી છે. જેમાં જુનિયર પટૌડી જેહ સૌથી આકર્ષણનું કેન્દ્ર રહ્યો.સારા અલી ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરેલી પોસ્ટની પહેલી તસવીરમાં જાેઈ શકાય છે કે, તે ઓલ-વ્હાઈટ લૂકમાં છે, ઈબ્રાહિમે ગ્રે ટીશર્ટ અને ડેનિમ પહેર્યું છે જ્યારે બર્થ ડે બોય સૈફ ગ્રીન કલરના કૂર્તા- વ્હાઈટ પાયજામામાં છે. તૈમૂરે યલ્લો ટીશર્ટ અને ડેનિમ પહેર્યું છે. જેહ મોટાભાઈ ઈબ્રાહિમના ખભે બેઠો છે, તેણે ગ્રીન ટીશર્ટ અને શોર્ટ્‌સ પહેરી છે.

તે પોતાની આંગળીમાં લાગેલી કેક ખાઈ રહ્યો છે. ટેબલ ત્રણ-ત્રણ યમ્મી કેક પડેલી છે. બીજી તસવીરમાં પટૌડી સિબલિંગની સાથે કરીના પણ જાેવા મળી, જે કો-ઓર્ડ સેટમાં છે. સારા કેક કટ કરી રહી છે અને જેહની નજર તેના પર અટકી છે. અંતિમ તસવીરમાં પટૌડી ભાઈ-બહેન છે. તમામના ચહેરા પર સ્માઈલ છે. જણાવી દઈએ કે, અત્યારથી ચારેયનું બોન્ડિંગ જબરદસ્ત છે. કેપ્શનમાં લખ્યું છે ‘મારા વ્હાલા અબ્બાને જન્મદિવસની શુભકામના’. સૈફની બહેન સબાએ કોમેન્ટ કરી છે ‘સુંદર તસવીરો, હેપ્પી બર્થ ડે ભાઈ!’.

સારાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ કેક કટિંગનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેમજ સૈફ સાથે કેક કરે છે અને સારા સૌથી પહેલા કેકનો ટુકડો તૈમૂરને આપે છે. આ જાેઈ જેહ કહે છે ‘લાઈટ બંધ કરો લાઈટ… લાઈટ બંધ કરો’.કરીના કપૂરે પણ ઈન્સ્ટાગ્રામ પર સૈફની ચારેય બાળકો સાથેની તસવીર શેર કરી છે. જેમાં બધાના ચહેરા પર સ્માઈલ છે. આ સાથે લખ્યું છે ‘અને ખરેખર જન્મદિવસની શુભેચ્છાઓ છે’.

અર્જુન કપૂરે કોમેન્ટ કરી જેહ બાબા પર પ્રેમ વરસાવ્યો છે તો કંગના રનૌતે લખ્યું છે ‘હેપ્પી બર્થ ડે સૈફુ’. રિદ્ધિમા કપૂર સહાનીએ રેડ હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યું છે. આ સિવાય સબા પટૌડીએ કોમેન્ટ કરી છે ‘માશાઅલ્લાહ હેપ્પી બર્થ ડે ભાઈજાન!’ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.