Western Times News

Gujarati News

ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર યોગને જીવનશૈલી તરીકે પ્રોત્સાહન આપ્યું 

  • તણાવ ઘટાડવા યોગ અને ધ્યાનનાં મહત્ત્વને પ્રોત્સાહન આપ્યું
  • તમામ કેમ્પસમાં આરોગ્ય અને પોષણ નિષ્ણાતો સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી

મુંબઈ, આ આંતરરાષ્ટ્રીય દિવસ પર ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલે વિદ્યાર્થીઓ વચ્ચે વધતા તણાવને ઘટાડવા યોગ અને ધ્યાનનાં મહત્ત્વને પ્રોત્સાહન આપ્યું હતું. સ્કૂલે ભારતમાં એનાં 7 કેમ્પસ – નોઇડા, અમદાવાદ, પૂણે, બેંગાલુરુ અને સુરતમાં યોગ કેમ્પની શરૂઆત કરી હતી અને યોગ દિવસની ઉજવણીનું આયોજન કર્યું હતું. આ કેમ્પમાં જે તે શહેરનાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતાઓને ભાગ લેવાની મંજૂરી હતી. આ આયોજનનો ઉદ્દેશ શરીર અને મન વચ્ચે સંતુલન સ્થાપિત કરવા યોગ અને એનાં મહત્ત્વનાં આરોગ્યલક્ષી ફાયદાને પ્રોત્સાહન આપવાનો હતો. આ પહેલમાં 4500થી વધારે લોકો સહભાગી થયાં હતાં.

આ પ્રસંગે જીઆઇઆઇએસનાં ઓપરેશન્સ-ડાયરેક્ટર શ્રી રાજીવ બંસલે કહ્યું હતું કે, આધુનિક જીવનશૈલીથી વિદ્યાર્થીઓ પર ઉત્કૃષ્ટ અભ્યાસ કરવાનું અને સ્પર્ધામાં આગળ રહેવાનું દબાણ વધ્યું છે, જેની સામાન્ય રીતે વિદ્યાર્થીનાં આરોગ્ય પર માઠી અસર થાય છે. એટલે યોગથી અભ્યાસને પ્રોત્સાહન, એકાગ્રતામાં વધારો અને તણાવમાં ઘટાડો થાય છે એવી માન્યતા સાથે વિદ્યાર્થીઓનાં સંપૂર્ણ વિકાસને પ્રોત્સાહન આપવા જીઆઇઆઇએસએ યોગને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો છે. સ્કૂલ વિદ્યાર્થીઓ યોગનાં સેશનમાં સામેલ થાય અને જીવનની રીત તરીકે ફિટનેસને પ્રોત્સાહન આપવા ધ્યાનનો અભ્યાસ કરે એ સુનિશ્ચિત કરે છે.

ચાલુ વર્ષે સીબીએસઈએ વિદ્યાર્થીઓને સ્વસ્થ મન અને શરીર વિકસાવવામાં મદદ કરવા જીવનશૈલી તરીકે અભ્યાસક્રમમાં ઇલેક્ટિવ સબ્જેક્ટ તરીકે પણ પ્રસ્તુત કર્યો હતો. આ ઉદ્દેશને આગળ વધારવા જીઆઇઆઇએસનાં દરેક કેમ્પસમાં વિશિષ્ટ રીતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા વિશિષ્ટ પહેલ હાથ ધરી છે.

જીઆઇઆઇએસ નોઇડામાં વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી શરૂ કરવા યોગમાં વિવિધ આસનો કરીને મ્યુઝિકલ યોગ પેરોડી પ્રસ્તુત કરી હતી. આ પ્રસંગે ગ્વાલિયરની જીવાજી યુનિવર્સિટીનાં ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર, લક્ષ્મીબાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન (એલએનઆઇપીઇ)નાં હેડ (ડીન) પ્રોફેસર (ડો.) એ કે ઉપ્પલ ઉપસ્થિત રહ્યાં હતાં અને વિદ્યાર્થીઓને યોગનાં નિયમિત અભ્યાસથી થતાં ફાયદા સમજાવ્યાં હતાં તથા વ્યક્તિનાં શરીર, મન અને આત્મા વચ્ચેની ઐક્યની સકારાત્મક અસરો જણાવી હતી. દર્શકોમાં જાગૃતિ વધારવા થીમ પર ઓન-ધ-સ્પોટ ક્વિઝ યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓને વિવિધ પ્રશ્રો પૂછવામાં આવ્યાં હતાં, જેથી સેશન વધારે મનોરંજન અને જીવંત બન્યું હતું.

જીઆઇઆઇએસ અમદાવાદમાં યોગ અને નેચરોપેથીનાં નિષ્ણાત શ્રી ભગીરથસિંહ ગોહિલે વિદ્યાર્થીઓને યોગનું મહત્ત્વ અન એનાં ફાયદા સમજાવ્યાં હતાં. સ્કૂલે યોગ પર જાગૃતિ લાવવા પોસ્ટર મેકિંગ અને પોએમ રાઇટિંગ જેવી વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કર્યું હતું. આ ઇવેન્ટમાં 1500થી વધારે વિદ્યાર્થીઓ સહભાગી થયાં હતાં, જેથી પ્રોગ્રામને સારી સફળતા મળી હતી.

જીઆઇઆઇએસ, બાલેવાડી, પૂણેએ ‘યોગ ફોર હર્ટ’ થીમ સાથે યોગ કેમ્પનું આયોજન કર્યું હતું. 60 મિનિટનું આ સેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ નિષ્ણાતની નજર હેઠળ અભ્યાસ કર્યો હતો, પછી વર્લ્ડ મ્યુઝિક ડેની ઉજવણી કરવા શિક્ષકોએ ગીતો ગાયા હતાં અને નૃત્યુ પણ કર્યું હતું. જીઆઇઆઇએસ, બેંગાલુરુનાં વિદ્યાર્થીઓ કવિતા અને ગીતો દ્વારા યોગની સફર જણાવવા નાટક તૈયાર કર્યું હતું.

જીઆઇઆઇએસ સુરત સહિત દરેક 7 કેમ્પસમાં યોગ ઇન્સ્ટ્રક્ટર્સ સાથે યોગ સત્રો હાથ ધરવામાં આવ્યાં હતાં, જેમાં સહભાગીઓએ યોગ કરવાનો આનંદ માણ્યો હતો અને નાનાં બાળકો પણ સરળતાપૂર્વક કરી શક એવા સરળ આસનોનો અભ્યાસ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.