Western Times News

Gujarati News

15 વર્ષથી નાસતો ફરતો આરોપી આખરે પોલીસના હાથે ઝડપાયો

સુરત, સુરત શહેરના મોસ્ટ વોન્ટેડ ટોપ-૧૬ આરોપી પૈકી વર્ષ ૨૦૦૮માં સચિન પોલીસ મથકમાં નોંધાયેલા ખૂનની કોશિશના ગુનામાં પકડાયેલા અને લોકઅપમાંથી ભાગી ગયેલા આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો, આરોપી છેલ્લા ૧૫ વર્ષથી નાસ્તો ફરતો હતો અને તેને ઝડપી પાડવા પર ૨૦ હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.

સુરતમાં પીસીબી પોલીસની ટીમે હાલમાં રાંદેર વિસ્તારમાં રહેતા મોસ્ટ વોન્ટેડ આરોપી હસીબખાન ઉર્ફે સિકંદર હબીબખાન પઠાણની ધરપકડ કરી છે, આરોપી સામે સચિન પોલીસ મથકમાં હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો, ત્યારબાદ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો,

પરંતુ આરોપી લોકઅપમાંથી ભાગવામાં સફળ રહ્યો હતો અને છેલ્લા ૧૫ વર્ષથી નાસ્તો ફરતો હતો.પોલીસ તેની કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે વર્ષ ૨૦૦૮માં પોતે ઉનગામ ગુલનાઝનગર ખાતે પરિવાર સાથે રહેતો હતો, આ દરમ્યાન ત્યાં રહેતા અર્ચના દેવી વિધ્યાનંદ ઠાકોર સાથે જમીન બાબતે ઝઘડો થયો હતો,

જે ઝઘડામાં તેણે તથા તેના સગા ભાઈ રકીબખાન ઉર્ફે રાજા તથા સાદિક યાકુબ શેખ તથા સલીમ અંસારી સાથે ભેગા મળી અર્ચના દેવી ઠાકોરને તલવાર તથા લાકડાના ફટકા મારી ગંભીર ઈજા પહોચાડી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.