Western Times News

Gujarati News

અમદાવાદમાં IPS મેસ ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં મુખ્યમંત્રી ઉપસ્થિત

અમદાવાદમાં IPS મેસ ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે અમદાવાદમાં આવેલી આઇપીએસ મેસ ખાતે આઇપીએસ વાઈવ્સ એસોસીએશન દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિતિ રહ્યાં હતાં.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદિ શક્તિ માં અંબાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો અને આઇપીએસ મેસ ખાતે ઉપસ્થિત સૌ આઇપીએસ પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓને નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ અવસરે મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, રાજયના પોલીસ વડા શ્રી વિકાસ સહાય,  અમદાવાદ પોલીસ કમિશનર શ્રી જી.એસ.મલિક, આઇપીએસ અધિકારીશ્રીઓ, ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ સહિત આઇપીએસ વાઈવ્સ એસોસીએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.