Western Times News

Gujarati News

અનન્યા પાંડેએ ધનતેરસ પર મુંબઈમાં ખરીદ્યુ પોતાનું ઘર

આ સમયે દરેક લોકો તહેવારોની ઉજવણીમાં ડૂબેલા હોય છે. ૧૨મી નવેમ્બરે દેશભરમાં દિવાળીની ઉજવણી કરવામાં આવશે. આજે સમગ્ર દેશમાં ધનતેરસની ઉજવણી સામાન્ય લોકો તેમજ સેલેબ્સ દ્વારા ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી રહી છે.

આ ધનતેરસ પર અભિનેત્રી અનન્યા પાંડેએ પણ એક ખૂબ જ કિંમતી વસ્તુ ખરીદી છે, જેની સાથે તેની દિવાળી વધુ ખાસ બનવાની છે. બોલીવૂડ અભિનેત્રી અનન્યા પાંડેએ મુંબઈમાં પોતાનું એક ખૂબ જ આલીશાન ઘર ખરીદ્યું છે. અભિનેત્રીએ પોતે આ માહિતી તેના ચાહકો સાથે શેર કરી છે. અનન્યા પાંડેએ તેના ઈન્સ્ટાગ્રામ પર તેના ઘરના ગૃહ પ્રવેશની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે.

પહેલા ફોટામાં અભિનેત્રી પૂજા માટે બનેલા મંદિર પાસે હાથ જાેડીને બેઠી છે. અનન્યાએ આગળની સ્લાઈડમાં એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે પોતાના ઘરની બહાર શ્રીફળ વધેરતી જાેવા મળી રહી છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું – મારું પોતાનું ઘર…આ નવી શરૂઆત માટે, તમારા બધાના પ્રેમ અને સારા વાઇબ્સની જરૂર છે. સૌને ધનતેરસની શુભકામના. તમને જણાવી દઈએ કે અનન્યાને તેની સફળતા માટે ખૂબ અભિનંદન મળી રહ્યા છે.

તેની માતા ભાવનાથી લઈને શિલ્પા શેટ્ટી અને કઝીન અલાયના પાંડે તેઓ તેની પોસ્ટ પર કોમેન્ટ કરીને અભિનેત્રીને અભિનંદન આપી રહ્યાં છે. અનન્યાની માતા ભાવનાએ કોમેન્ટ કરીને લખ્યું – ‘પ્રાઉડ ઓફ યુ.’ શિલ્પાએ કોમેન્ટ કરીને લખ્યું છે – ‘ઘણા અભિનંદન મારી પ્રિય અનન્યા’. આલિયાએ લખ્યું- ‘આ જાેવા માટે રાહ નથી જાેઈ શકતી. ખૂબ ખૂબ અભિનંદન. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનન્યા પાંડે છેલ્લે આયુષ્માન ખુરાના સાથે ફિલ્મ ડ્રીમ ગર્લ ૨માં જાેવા મળી હતી. તેણે સ્ટુડન્ટ ઑફ ધ યર ૨ થી અભિનયની શરૂઆત કરી. આ દિવસોમાં અભિનેત્રી આદિત્ય રોય કપૂર સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.