Western Times News

Gujarati News

મહિલા પોલીસ કોન્સ્ટેબલનું 5 મહિનામાં બીજી વખત અપહરણ

(એજન્સી)વડોદરા, વડોદરાના ડભોઈ તાલુકાની એક મહિલા કોન્સ્ટેબલ મણી ચૌધરીનું પાંચ મહિનાની અંદર બીજી વખત અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ કોન્સ્ટેબલ મૈત્રી કરાર સાથે એક વ્યક્તિ સાથે રહેતી હતી અને તેના વિવાદમાં આ ઘટના બની હોવાનું માનવામાં આવે છે.

પોલીસે જણાવ્યા પ્રમાણે કોન્સ્ટેબલ મણી ચૌધરી અને તેનો પરિણિત પ્રેમી સદ્દામ ગરાસિયા છેલ્લા એક વર્ષથી સંબંધ ધરાવે છે અને સાથે રહે છે. મણી અને સદ્દામે મૈત્રી કરાર કરેલા છે. સદ્દામ ગરાસિયા સામે ડભોઈ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે તે પ્રમાણે આ સંબંધના કારણે ગરાસિયા અને તેની પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો.

ગરાસિયાની પત્નીએ આરોપ મૂક્યો છે કે ગરાસિયા અને તેના પરિવારજનોએ તેને ફટકારી હતી અને માનસિક ત્રાસ આપ્યો હતો. ગરાસિયાની પત્ની પોતાના બે બાળકો સાથે હાલમાં પિયરમાં રહેવા આવી ગઈ છે.આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મણી ચૌધરી અને સદ્દામ ગરાસિયા સાથે છેલ્લા ત્રણ મહિનાથી મોટા હબીપુરામાં રહેતા હતા. ગરાસિયાના માતાપિતા પણ તેની સાથે રહે છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.