Western Times News

Gujarati News

બિગ બોસ ૧૭ના ઘરમાં ઓરીની થઈ વાઈલ્ડકાર્ડ એન્ટ્રી

મુંબઈ, બિગ બોસ ૧૭ના ઘરમાં લોકો સન્માન સાથે પ્રવેશે છે, પરંતુ તમે આ શોમાં પહેલીવાર કોઈ અઢળક સામાનની સાથે પ્રવેશ કરી રહ્યું છે’ જી હા, તે બીજુ કોઈ નહી પણ બોલિવુડ સેલેબ્સનો બેસ્ટી ઓરી અવાત્રામણી છે તમને જણાવી દઈએ કે બિગ બોસ ૧૭માં ઓરીની એન્ટ્રીને લઈને ચર્ચાઓ થઈ રહી હતી જાેકે નવા આવેલા પ્રોમોમાં જાેઈ શકાય છે કે ઓરી વાઈલ્ડકાર્ડ તરીકે ઘરમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.Bollywood celebs bestie Orry entry in Bigg Boss 17 house

કલર્સ ટીવીના રિયાલિટી શો ‘બિગ બોસ’ના હોસ્ટ સલમાન ખાને ખુદ ઓરી એટલે કે ઓરહાન અવત્રામણીનું સ્વાગત કરતા જાેવા મળી રહ્યા છે બિગ બોસમાં ગેસ્ટ તરીકે આવેલા ઓરી બીજા કનટેસ્ટન્ટની જેમ અહી સ્પર્ધક તરીકે આવ્યો છે જાે કે ઘરમાં રહેવા માટે ઓરી તેની સાથે સામાનની એક નહી, બે નહી,પણ પાંચ મોટી બેગ લઈને ઘરમાં પ્રવેશ કરી રહ્યો છે. ઓરીની શોમાં એન્ટ્રી બાદ રાખી સાવંતના નામની પણ ભારે ચર્ચા ચાલી રહી છે એમ પણ કહેવામાં આવી રહ્યું છે

બિગ બોસના ઘરમાં રાખી તેના બન્ને એક્સ હસબન્ડ સાથે જાેવા મળી શકે છે. બિગ બોસ ૧૬’થી અંતર જાળવી રાખનાર ‘ડ્રામા ક્વીન’ રાખી સાવંત ૨ વર્ષ બાદ ફરી બિગ બોસમાં પ્રવેશ કરવા જઈ રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ રાખી સાવંત અને તેના બંને પૂર્વ પતિ બિગ બોસ ૧૭ના ઘરમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે

. વાસ્તવમાં, રાખી સાવંત પહેલા તેના પૂર્વ પતિ રિતેશ સિંહ સાથે કલર્સ ટીવીના રિયાલિટી શોમાં એન્ટ્રી કરશે જે બાદ આ સ્ટોરીને વધુ મસાલેદાર બનાવવા માટે મેકર્સ આદિલ ખાન દુરાની ને પણ શોમાં સામેલ કરશે. વાસ્તવમાં, હાલમાં રાખી સાવંતની એન્ટ્રીને લઈને ‘બિગ બોસ’ સાથે વાતચીત ચાલી રહી છે.

રાખી ઈચ્છે છે કે આદિલ આ શોનો ભાગ ન બને. પરંતુ મેકર્સ તેમને એ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ શોના કન્ટેન્ટ માટે આદિલ માટે રાખી અને રિતેશની સાથે બિગ બોસના ઘરમાં પ્રવેશ કરી શકે છે. જાે કે આ સાથે અંજલિ અરોરા, રાખી સાવંત અને તેના પતિની સાથે, પૂનમ પાંડેનો પણ બિગ બોસની ટીમે સંપર્ક કર્યો છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.