Western Times News

Gujarati News

યુવતીને બદનામ કરવાની ધમકી આપનારા રાજસ્થાનના નેતાની પુત્રની ધરપકડ

સુરત, સુરતની યુવતીને બદનામ કરવાની ધમકી આપનાર રાજસ્થાનના નેતાના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક તોડી નાંખતા આરોપી યુવકે સુરત આવી યુવતી સાથે અપડલા પણ કર્યા હતા.

ઉપરાંત યુવતીનો ફોન અને ૧૫૦૦ રૂપિયા લઈને પણ ફરાર થઇ ગયો હતો. જેથી યુવતીએ તેના બહેનપણીના ફોન ઉપરથી યુવકને ફોન કર્યો હતો. યુવકે યુવતીનો ફોટો સોશિયલ મીડિયા ઉપર મૂકી દેવાની ધમકી આપી હતી.

જેને લઈ યુવતીએ ઉમરા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઉમરા પોલીસે તપાસ કરતા આરોપી તરૂણ સતિષચંદ્ર નાયક રાજસ્થાનના નેતાનો પુત્ર નીકળ્યો હતો. ઉમરા પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના સરથાણામાં યુવતીનાં લગ્નના બે દિવસ પૂર્વે તેના જ નામે ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી વીડિયો વાઈરલ કરવામાં આવ્યા હતા. મોર્ફ કરી બનાવવામાં આવેલા અશ્લીલ વીડિયોમાં યુવતીના જેની સાથે લગ્ન થવાના હતા, તે યુવકનો મોબાઇલ નંબર અને ઘરનું સરનામું પણ લખી દેવાતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

યુવતીના પૂર્વ મિત્રએ જ આ કૃત્ય કર્યાની શંકા પોલીસ સેવાઈ રહી છે. સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતા મૂળ સૌરાષ્ટ્રના પરિવારની ધો.૧૧ માં અભ્યાસ કરતી ૧૫ વર્ષીય તરુણીને તેના ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડે વિડીયો કોલમાં નગ્ન થવા કહી સ્ક્રીનશોટ પાડી વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર વિડીયો કોલમાં શરીરના અંગો બતાવવા દબાણ કરતા આખરે તરુણીએ માતાને જાણ કરી હતી.

માતાએ અંગે પતિને જાણ કરતા તેમણે ભાવનગરના તરેડ ગામના યુવાન વિરુદ્ધ સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ સૌરાષ્ટ્રના વતની અને સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતા જમીન વ્યવસાયીની ૧૫ વર્ષની પુત્રીને ધો.૧૧ માં અભ્યાસ કરે છે.

ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ ધરાવતી રીનાને એક મહિના અગાઉ તેમના વતન તરફના સંદીપ વરીયાએ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતા તેણે સ્વીકારી હતી.બાદમાં તેમની વચ્ચે વાતચીત થતી હતી.રીના સંદીપને ભાઈ સમજી વાત કરતી હતી.

પણ સંદીપે બાદમાં તેને અશ્લીલ મેસેજ કરવાનું શરૂ કર્યું હતું અને પોતાના ન્યૂડ ફોટા મોકલી આપ્યા હતા.સંદીપે રીનાને વિડીયો કોલ કરી નગ્ન થઈ રીનાને નગ્ન થવા કહી વાતચીતના સ્ક્રીનશોટ પાડી દીધા હતા.બાદમાં સંદીપ સ્ક્રીનશોટ વાયરલ કરવાની ધમકી આપી રીના પાસે ન્યૂડ ફોટા માંગતો હતો.

જાેકે, તે સતત ધમકી આપી શરીરના ભાગ બતાવવા દબાણ કરતો હોય રીનાએ તેનાથી પરેશાન થઈ માતાને જાણ કરતા તેમણે પતિને વાત કરી હતી.રીનાના પિતાએ આ અંગે આજરોજ સંદીપ દિલીપભાઈ વરીયા વિરુદ્ધ સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. SS1SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.