Western Times News

Gujarati News

ટાઇગરે અક્ષય કુમારને પોપટ બનાવી દીધો

મુંબઈ, બોલિવૂડ ફિલ્મ સ્ટાર અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ જલદી અપકમિંગ મુવી ‘બડે મિયાં છોટે મિયાં’ને લઇને સુપર એક્સાઇટેડ છે. આ એક જબરજસ્ત એક્શન ડ્રામા મુવી છે જેમાં સુપર સ્ટાર અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ એક સાથે નજરે પડશે.

શૂટિંગ દરમિયાન આ સિતારાઓએ સાથે ખૂબ મસ્ત કરી. જો કે હાલમાં ટાઇગર શ્રોફ અને અક્ષય કુમારનો એક વિડીયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં બન્ને એક્ટર ફૂલ ટુ મસ્તી મુડમાં જોવા મળી રહ્યા છે. આ વાયરલ વિડીયો જોઇને તમે પણ ખડખડાટ હસી પડશો. વિડીયોમાં તમે જોઇ શકો છો કે ફિલ્મ સ્ટારને એક એવી ચેલેન્જ આપે છે જેમાં ટાઇગર શ્રોફને અક્ષય કુમારને પોપટ બનાવી દે છે.

આ વિડીયો જોયા પછી લોકો ખડખડાટ હસી પડે છે. સુપરસ્ટાર અક્ષય કુમારે વિડીયોમાં જોરદાર રિએક્શન આપ્યા છે. આ વિડીયો શેર કરતા ટાઇગર શ્રોફે કેપ્શનમાં લખ્યુ હતુ કે હિસાબ બરાબર બડે..અક્ષય કુમાર આ વાતનો જવાબ આપતા હસતા-હસતા કહ્યું..હિસાબ બરાબર નહીં છોટે..હિસાબ યું હી ચલતા રહેગા. ટાઇગર અને અક્ષય કુમારની આ વાત પર લોકો જાતજાતની કોમેન્ટ્‌સ કરી રહ્યા છે.

ફિલ્મ સ્ટાર્સ પણ આ વિડીયો પર રિએક્શન આપી રહ્યા છે. વર્લ્ડમાં વાયરલ થઇ રહેલો અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફના આ વિડીયોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્મને અલી અબ્બાસ જફરે નિર્દેશિત કરી છે. પૂજા એન્ટરટેનમેન્ટ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહી છે. ફિલ્મમાં અલાયા એફ, સોનાક્ષી સિન્હા અને માનુષી છિલ્લર પણ છે. આ ફિલ્મમાં એક સાથે ત્રણ હસીનાઓનો તડકો જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે છેલ્લે અક્ષય કુમાર મિશન રાનીગંજમાં જોવા મળ્યો હતો. આ વર્ષે અક્ષય કુમારની ત્રણ મોટી ફિલ્મો રિલીઝ થઇ. આમાં સેલ્ફી અને ઓહ માય ગોડ ૨ શામેલ છે. સેલ્ફી પડદા પર કંઇ ખાસ કમાલ કરી શકી નહીં, પરંતુ ઓએમજી ૨ને ફેન્સને અઢળક પ્રેમ મળ્યો. આમ, અક્ષય કુમારની આગામી ફિલ્મોની વાત કરીએ તો વેલકમ ટૂ જંગર, હેરા ફેરી ૩ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.