Western Times News

Gujarati News

ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ અમદાવાદ ખાતે મતગણતરી કેન્દ્રોની મુલાકાત લીધી

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માટે એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજ અને અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક માટે ગુજરાત કૉલેજ ખાતે તૈયારીઓની કરી સમીક્ષા

સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી એ. બી. પટેલ, જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે. અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરેની ઉપસ્થિતિ

તારીખ 4 જૂનના રોજ સમગ્ર રાજ્યમાં લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત મતગણતરી યોજાનાર છે. રાજ્યભરમાં મતગણતરી કેન્દ્રો તૈયાર કરવાની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે.

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ અમદાવાદ ખાતે મતગણતરી કેન્દ્રોની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી. અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજ ખાતે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની મતગણતરી થનાર છે, તો ગુજરાત કોલેજ ખાતેથી અમદાવાદ પશ્ચિમ બેઠકની મતગણતરી કરવામાં આવશે.

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતી અને સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી એ. બી. પટેલે  બંને મતગણતરી કેન્દ્રોની મુલાકાત લઈને મતગણતરી અંગેની વ્યવસ્થાઓ તથા સુરક્ષા વ્યવસ્થા સહિતની તૈયારીઓ નિહાળી હતી તેમજ આ બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ મુલાકાત દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ ઠક્કર અને સુશ્રી નેહા ગુપ્તા સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.