Western Times News

Gujarati News

ગુજરાતમાં સિકલ સેલ અને થેલેસેમિયાનું વધતું ભારણ: બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સારવારનો યોગ્ય વિકલ્પ

અમદાવાદ, ગુજરાતમાં સિકલ સેલ અને થેલેસેમિયા જેવાં આનુવંશિક બ્લડ ડિસઓર્ડરનું ભારણ વધી રહ્યું છે, જે સમયસર નિદાન અને સારવારની જરૂરિયાત ઉપર ભાર મૂકે છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા લોકસભામાં રજૂ કરાયેલા આંકડા મૂજબ 28 જુલાઇ, 2025 સુધીમાં ગુજરાતમાં સિકલ સેલ બિમારી માટે 77.34 લાખથી વધુ લોકોનું સ્ક્રીનિંગ કરાયું હતું, જેમાંથી 28,178 લોકોને બિમારી હોવાની પુષ્ટિ કરાઇ હતી. દેશભરમાં 9 ફેબ્રુઆરી, 2026 સુધીમાં 33.44 લાખ વ્યક્તિઓનું થેલેસેમિયા માટે સ્ક્રીનિંગ કરાયું હતું, જેમાંથી 11,274ને થેલેસેમિયા મેજર કેસ અને 94,542ની બિમારીને વાહક (કેરિયર) તરીકે ઓળખ કરાઇ હતી.

Gujarat Faces Significant Burden of Sickle Cell and Thalassemia; Experts Highlight Bone Marrow Transplant as Curative Option.

સંસદમાં રજૂ કરાયેલાં ડેટા રાષ્ટ્રીય સ્તરે થેલેસેમિયાના આંકડા સૂચવે છે ત્યારે ગુજરાતમાં કેટલાંક સમુદાયોમાં થેલેસેમિયાની સમસ્યા પહેલેથી હોવાનું જોવા મળ્યું છે, જે રાજ્ય માટે આનુવંશિક હિમોગ્લોબિન સંબંધિત બિમારીઓને મેનેજ કરવાના પડકારમાં વધારો કરે છે.

૧. સિકલ સેલ એનેમિયા (Sickle Cell Anemia)

આ બીમારીમાં રક્તકણો (Red Blood Cells) નો આકાર બદલાઈ જાય છે.

  • શું થાય છે?: સામાન્ય રીતે રક્તકણો ગોળ અને લચીલા હોય છે, પરંતુ સિકલ સેલમાં તે અંગ્રેજી અક્ષર ‘C’ જેવા અથવા દાતરડા (Sickle) જેવા સખત બની જાય છે.

  • અસર: આ વાંકા આકારના રક્તકણો લોહીની નળીઓમાં ફસાઈ જાય છે, જેનાથી લોહીનો પ્રવાહ અવરોધાય છે.

  • લક્ષણો: અસહ્ય દુખાવો (Crisis), શરીરમાં લોહીની ઉણપ, થાક લાગવો અને વારંવાર ઈન્ફેક્શન થવું.

  • ખાસ કરીને: ભારતમાં આ બીમારી આદિવાસી વિસ્તારોમાં વધુ જોવા મળે છે.

૨. થેલેસેમિયા (Thalassemia)

આ બીમારીમાં શરીર પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબિન બનાવી શકતું નથી.

  • શું થાય છે?: લોહીમાં લાલ રક્તકણો ઝડપથી નાશ પામે છે, જેના કારણે શરીરમાં લોહીની સતત કમી રહે છે.

  • પ્રકાર:

    • થેલેસેમિયા માઈનોર: આ લોકો ‘કેરિયર’ (વાહક) હોય છે. તેમને સામાન્ય રીતે કોઈ તકલીફ નથી હોતી, પણ તેઓ તેમના બાળકોમાં આ રોગ ફેલાવી શકે છે.

    • થેલેસેમિયા મેજર: આ ગંભીર સ્થિતિ છે, જેમાં બાળકને દર મહિને કે થોડા દિવસોએ લોહી ચઢાવવું (Blood Transfusion) પડે છે.

  • લક્ષણો: ચહેરો પીળો પડી જવો, નબળાઈ, હાડકાંમાં વિકૃતિ અને વિકાસ ધીમો થવો.

આ બિમારીઓથી પ્રભાવિત હજારો પરિવારો માટે પરિસ્થિતિને મેનેજ કરવામાં આજીવન બ્લડ ટ્રાન્સફ્યુઝન, આયર્ન કીલેશન થેરાપી, વારંવાર હોસ્પિટલની મુલાકાત તથા નિયમિત મોનિટરિંગનો સમાવેશ થાય છે, જેનાથી વ્યક્તિની જીવન ગુણવત્તા નોંધપાત્ર રીતે પ્રભાવિત થાય છે તેમજ પરિવારો ઉપર આજીવન મેડિકલ અને નાણાકીય ભારણ સર્જાય છે.

હેમેટોપોએટિક સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ તરીકે ઓળખાતા બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ (બીએમટી) થેલેસેમિયા મેજર અને સિકલ સેલ બિમારીના કેટલાંક ગંભીર સ્વરૂપે માટે એકમાત્ર પ્રચલિત સારવાર છે. આનુવંશિક હિમોગ્લોબિન બિમારીઓ ઉપરાંત બીએમટી ગંભીર લ્યૂકેમિયા, લિમ્ફોમા અને બોન મેરો ફેઇલ્યોર સિન્ડ્રોમ જેવી રક્ત સંબંધિત ગંભીર બિમારીઓ માટે પણ ઉપચારની પ્રચલિત પદ્ધતિ છે.

આ પ્રક્રિયામાં ખામીયુક્ત અથવા બિમાર બોન મેરોને હેલ્ધી સ્ટેમ સેલથી બદલવામાં આવે છે, જે નોર્મલ બ્લડ સેલ ઉત્પન્ન કરવા માટે સક્ષમ હોય. ડોનર મેચિંગ, કન્ડિશનિંગ રેજીમેન્સ, ઇન્ફેક્શન કંટ્રોલ અને સપોર્ટિંવ કેરમાં પ્રગતિથી છેલ્લાં દસ વર્ષમાં દર્દીને બચાવવામાં સારા પરિણામો મળ્યાં છે અને વિશેષ કરીને ત્યારે કે જ્યારે દર્દીને બિમારીના પ્રારંભિક તબક્કામા રિફર કરવામાં આવ્યાં હોય.

અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદ ખાતે હેમેટો-એન્કોલોજીસ્ટ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્તિ) ડો. વેલુ નાયરે જણાવ્યું હતું કે, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટથી રક્ત સંબંધિત ગંભીર બિમારીથી પીડિત દર્દી માટેના પરિણામોમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. થેલેસેમિયા મેજર, ગંભીર સિકલ સેલ બિમારી, લ્યુકેમિયા અથવા બોન મેરો ફેઇલ્યોર સિન્ડ્રોમથી પીડિત ઘણાં બાળકો અને યુવાનોને ટ્રાન્સપ્લાન્ટ લાંબાગાળા સુધી રોગ નિયંત્રણ અથવા ઉપચારની સંભાવના પ્રદાન કરે છે. વહેલા રેફરલ અને સાચા ડોનરની પસંદગીથી આજે જીવિત રહેવાના પરિણામો એક દાયકાની તુલનામાં વધુ સારા છે.

તેમણે ઉમેર્યું હતું કે, તાજેતરના વર્ષોમાં CAR-T સેલ થેરાપી (કાઇમેરિક એન્ટિજેન રિસેપ્ટર ટી-સેલ થેરાપી) જેવી સેલ્યુલર થેરાપી કેટલાંક રિલેપ્સ્ડ અથવા રિફેક્ટરી લ્યુકેમિયા અને લિમ્ફોમાની સારવારમાં મહત્વપૂર્ણ રહી છે. “વિશેષ કરીને સારવારના પરંપરાગત વિકલ્પોને અપનાવનાર દર્દીઓ માટે CAR-T થેરાપી પ્રિસિઝન ઇમ્યુનોથેરાપીમાં એક મહત્વપૂર્ણ પરિબળ છે. જોકે, દરેક કેસમાં ટ્રાન્સપ્લાન્ટ માટે રિપ્લેસમેન્ટ નથી, પરંતુ પસંદગીના દર્દીઓમાં ખૂબજ સારો રિસ્પોન્સ રેટ જોવા મળ્યો છે.”

અપોલો હોસ્પિટલ્સ અમદાવાદ ખાતે બીએમટી અને સેલ્યુલર થેરાપી યુનિટે લ્યુકેમિયા, લિમ્ફોમા તેમજ  આનુવંશિક બ્લડ ડિસઓર્ડર ધરાવતા ઘણાં દર્દીઓની સફળ સારવાર કરી છે, જેમાં શ્વાચમેન-ડાયમંડ સિન્ડ્રોમ અને હાઇપર IgD સિન્ડ્રોમ જેવાં દુર્લભ બોન મેરો ફેઇલ્યોર સિન્ડ્રોમ સામેલ છે. તેના ક્લિનિકલ પરિણામો ખૂબજ પ્રોત્સાહ રહ્યાં છે.

મેડિકલ એક્સપર્ટ્સ ભારપૂર્વક કહે છે કે સ્ક્રીનિંગ પ્રોગ્રામ, જોખમ ધરાવતા પરિવારો માટે જિનેટિક કાઉન્સિલિંગ અને સમયસર ટ્રાન્સપ્લાન્ટ મૂલ્યાંકન પરિણામો ઉપર સકારાત્મક અસર કરી છે. ગુજરાત આનુવંશિક અને એક્વાયર્ડ બ્લડ ડિસઓર્ડરના ભારણનો સામનો કરી રહ્યું છે ત્યારે એક્સપર્ટ્સ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવાં વિકલ્પો વિશે જાગૃકતામાં વધારો કરવા ઉપર ભાર મૂકે છે, જે ટ્રાન્સફ્યુઝન અને આજીવન મેડિકલ મેનેજમેન્ટ ઉપરની નિર્ભરતા ઘટાડવા આવશ્યક છે.

અપોલો હોસ્પિટલ્સના “ઝિરો ટુ હીરો” કેમ્પેઇન જેવી પહેલનો ઉદ્દેશ્ય વહેલા નિદાન અને બિમારીના યોગ્ય તબક્કે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ માટે પરિવારોને પ્રોત્સાહિત કરવાનો છે. જાગૃતિ અને અદ્યતન કેરની એક્સેસને મજબૂત કરતાં હેલ્થકેર પ્રોવાઇડર્સ આનુવંશિક અને દુર્લભ બ્લડ ડિસઓર્ડરથી પ્રભાવિત પરિવારોને નવી આશા આપવા માગે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.