Western Times News

Gujarati News

ધો.પના બાળકે વડોદરાની સ્કૂલને બોમ્બની ધમકીનો મેઈલ કર્યાનો ઘટસ્ફોટ

AI Image

વડોદરા, વડોદરાની બ્રાઈટ સ્કૂલને બોમ્બથી ઉડાડવાની ધમકીનો મેઈલ મળ્યો હતો જેની તપાસ કરતા મેઈલ સ્કૂલના જ એક ધોરણ પના વિદ્યાર્થીએ કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે જેને લઈને હાલમાં પોલીસે બાળક સહિત તેમના માતા-પિતાની પૂછપરછ શરૂ કરી છે.

વડોદરા શહેર અને જિલ્લાની રપ જેટલી સ્કૂલો તથા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેને લઈને પોલીસ તંત્ર એકશનમાં આવી ગયું હતું અને સ્કૂલમાં ઘનિષ્ઠ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

કારેલીબાગના અમિત નગર પાસે આવેલી બ્રાઈટ સ્કૂલમાં મંગળવારે સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં સ્વાતી પટેલ નામની યુવતીના આઈડી ઉપરથી સ્કૂલને એક મેઈલ મળ્યો હતો જેમાં સ્કૂલમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલો હતો.

બોમ્બ મૂકવામાં આવ્યો હોવાનો મેઈલ મળતાની સાથે જ શાળા સંચાલકો દ્વારા પોલીસને આ બાબતે જાણ કરાઈ હતી જેને લઈને સાંજના સમયે સ્થાનિક પોલીસ સહિત ડોગ અને બોમ્બ સ્કવોડ દ્વારા સ્કૂલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ કે પદાર્થ મળ્યો ન હતો. સાવચેતીના ભાગરૂપે વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી હતી.

આ દરમિયાન સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા આ ઈમેઈલ આઈડીની ઉંડાણપૂર્વક તપાસ કરતા આ ધમકી ભર્યો મેઈલ સ્કૂલમાં ધો.પમાં અભ્યાસ કરતા ૧૧ વર્ષીય સગીર વિદ્યાર્થીઓ કર્યો હોવાનું જાણવા મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.