Western Times News

Gujarati News

દુધ ઉત્પાદક સહકારી મંડળી ચાસવડમાં સભાસદોને દૂધના ભાવ ઓછા મળતા રજુઆત

(પ્રતિનિધિ) ભરૂચ, શ્રી નેત્રંગ વિભાગ દુધ ઉત્પાદક સહકારી મંડળી ચાસવડમાં સભાસદોને પડતી વિવિધ તકલીફ બાબતે ભરૂચ જીલ્લા સહકારી મંડળીઓના રજીસ્ટારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.

ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલી ચાસવડ ડેરીમાં સભાસદોને અન્યાય થતો હોવાના કારણે કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણ, મહેશ વસાવા તેમજ ડેરી બચાવો ટીમના સંયોજક જયેશ વસાવા સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં બેઠક મળતા વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કર્યા બાદ જીલ્લા રજીસ્ટાર જીલ્લા સહકારી મંડળીઓ ભરૂચને સંબોધીને ડેરીના મેનેજરને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે

શ્રી નેત્રંગ વિભાગ દુધ ઉત્પાદક સહકારી મંડળી ચાસવડમાં કસ્ટોડિયન કમીટી દ્રારા વહીવટ કરવામાં આવી રહ્યો છે.જે વહીવટ મંડળીના શેર સભાસદોને ન્યાય સંગત દુધનો ભાવ ન હોવાથી અને મંડળીના શેર સભાસદો સાથે ગેરવર્તન કરતા હોવાથી જેવા કે દુધના ભાવ પહેલા કરતા ઓછા ભાવ આપીને આદિવાસી શેર સભાસદોને મોટુ નુકસાન ન્યાય સંગત દુધના ભાવ ન મળતા આદિવાસી સમાજની જીવન શૈલી પર સીધી અસર એડવાન્સ ચુકવણીમાં જાતિ આધારીત ભેદભાવ

પારદર્શિતાનો અભાવ દુધના ભાવ નક્કી કરવામાં અસમંન્તા શેર સભાસદો અદિવાસી સમાજના વધુ હોવાથી સ્પષ્ટ અપમાન અને અન્યાય રાજકીય કિન્નાખોરી રાખી દુધ સેન્ટરો અને વાહન સેવા કોઈપણ પ્રકારની નોટીસ આપ્યા વગર બંધ કરવા શેર સભાસદોની વધુ સંખ્યા આદિવાસી સમાજની હોવાથી કોય પણ ફરીયાદ સાંભળવામાં આવતી નથી સહકારી ભાવના ખતમ થઈ રહી છે.

આ મંડળીનો વહીવટ લોકશાહી વિરુધ્ધ અને શેર સભાસદોની મંજુરી વગર લેવાતા નિર્ણયો મંડળીને મોટું નુકસાન થાય તેમ છે આ કસ્ટોડિયન કમીટીનાં આવ્યા બાદ સતત દુધની આવકમાં ઘટાડો આવ્યો છે.જેથી અમો મંડળીના માનવતા શેર સભાસદોની નૈતિક જવાબદારી બને છે કે આપણી મંડળીની ચાલુ વર્ષની તારીખ ઃ ૨૩/૦૧/૨૦૨૬ ના રોજ ચુંટણી વર્ષની મુદત પૂર્ણ થઈ ગઈ છે.

જેથી મંડળીના સારા સંચાલન માટે અને પારદર્શક વહીવટ માટે અમો શ્રી નેત્રંગ વિભાગ દુધ ઉત્પાદક સહકારી મંડળી ચાસવડના તમામ શેર સભાસદો સાનવરે ચુંટણીની માંગણી કરવામાં આવી હતી અને સાથે આદિવાસી ગરીબ સભાસદોને ધ્યાન પર લઈ યોગ્ય ન્યાય કરવાની આશા અને અપેક્ષા સેવાઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.