પાકિસ્તાને અમેરિકાના પીઠમાં ખંજર ભોંક્યુઃ પાછલે દરવાજે ઈરાનને મદદ
ઈરાનને ખબર હતી કે અમેરિકા પાકિસ્તાનના એરબેઝ પર હુમલો નહિં કરે એટલે તેના ઘણા વિમાનો પાકિસ્તાનના નૂર ખાન એરબેઝ (રાવલપિંડી) પર મોકલ્યા હતા.
નવી દિલ્હી: પાકિસ્તાન ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસોમાં સતત રોકાયેલું છે. દરમિયાન, એવું બહાર આવ્યું છે કે પાકિસ્તાને બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ઈરાનને પાછળના દરવાજાૅ પર સહાય પૂરી પાડી હતી. પાકિસ્તાને ગુપ્ત રીતે ઈરાની લશ્કરી વિમાનોને તેના એક એરબેઝ પર રહેવાની મંજૂરી આપી હતી.
Pakistan BACKSTABS US: While “mediating” a US-Iran ceasefire, Islamabad allowed Iranian military jets—including an RC–130 recon plane—to park at Nur Khan Air Base next to Rawalpindi’s military HQ, shielding Tehran’s assets.
CBS ન્યૂઝે યુએસ અધિકારીઓને ટાંકીને આ વાત કહી હતી. અહેવાલ મુજબ, એપ્રિલની શરૂઆતમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામની જાહેરાત કર્યા પછી તરત જ ઈરાને તેના ઘણા વિમાનો પાકિસ્તાનના નૂર ખાન એરબેઝ (રાવલપિંડી) પર મોકલ્યા હતા.
If this reporting is accurate, it would require a complete reevaluation of the role Pakistan is playing as mediator between Iran, the United States and other parties.
Given some of the prior statements by Pakistani defense officials towards Israel, I would not be shocked if… https://t.co/OqJ1cdVLFX
— Lindsey Graham (@LindseyGrahamSC) May 11, 2026
ઈરાન દ્વારા નૂર ખાન એરબેઝ પર તૈનાત કરાયેલા વિમાનમાં ઈરાની વાયુસેનાનું RC-130 રિકોનિસન્સ એરક્રાફટનો સમાવેશ થતો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈરાને સંભવિત યુએસ હુમલાઓથી બચાવવા માટે પાકિસ્તાનમાં તેના બાકીના લશ્કરી વિમાનો છુપાવ્યા હતા.
યુએસ સેનેટર લિન્ડસે ગ્રેહામે આ અહેવાલ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે, જો આ અહેવાલ સાચો હોય, તો મધ્યસ્થી તરીકે પાકિસ્તાનની ભૂમિકાનું ફરીથી મૂલ્યાંકન કરવું પડશે. તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાની અધિકારીઓ દ્વારા ઇઝરાયલ અંગે ભૂતકાળમાં કરાયેલા નિવેદનોને ધ્યાનમાં રાખીને, તેમને આ સમાચારથી આશ્ચર્ય થયું નથી.
જોકે, એક વરિષ્ઠ પાકિસ્તાની અધિકારીએ આ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે નૂર ખાન એરબેઝ ગીચ વસ્તીવાળા વિસ્તારમાં સ્થિત છે, જેના કારણે આવા ગુપ્ત ઓપરેશન અશક્ય બને છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ ઈરાની નાગરિક વિમાનોના આગમનના અહેવાલો છે. જોકે, તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે આ દાવાઓને ખોટા ગણાવીને કહ્યું છે કે ઈરાનને ત્યાં તેના વિમાન મોકલવાની કોઈ જરૂર નથી.
પાકિસ્તાન આ કટોકટીમાં સાવધ હતું. એક તરફ, તે યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના તેના સંબંધો જાળવી રાખવા માંગતો હતો, જ્યારે બીજી તરફ, તે ઈરાન અને તેના મુખ્ય સાથી ચીનને ગુસ્સે ન કરવા માંગતો હતો. એ નોંધવું યોગ્ય છે કે ચીન પાકિસ્તાનને શષાોનો સૌથી મોટો સપ્લાયર છે.
