Western Times News

Gujarati News

BJP નેતા અપર્ણા યાદવના પતિ અને મુલાયમના દિકરા પ્રતીકનું શંકાસ્પદ મોત

મુલાયમ સિંહ યાદવના પુત્ર પ્રતીક યાદવનું શંકાસ્પદ નિધન

લખનૌ, સમાજવાદી પાર્ટીના સંસ્થાપક દિવંગત મુલાયમ સિંહ યાદવના નાના પુત્ર અને ભાજપ નેતા અપર્ણા યાદવના પતિ પ્રતીક યાદવનું મંગળવારે વહેલી સવારે અવસાન થયું છે. માત્ર ૩૮ વર્ષની વયે તેમના આકસ્મિક નિધનને પગલે રાજકીય જગતમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. મુલાયમ સિંહ યાદવના પુત્ર અને ભાજપના નેતા અપર્ણા યાદવના પતિ પ્રતીક યાદવનું બુધવારે (૧૩ મે, ૨૦૨૬) વહેલી સવારે અવસાન થયું છે. ફિટનેસના અત્યંત શોખીન એવા ૩૮ વર્ષીય પ્રતીક યાદવના આકસ્મિક અવસાનથી અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે, જોકે પ્રાથમિક અહેવાલોમાં મૃત્યુનું કારણ હાર્ટ સંબંધિત બીમારી હોવાનું જણાવાયું છે.

મળતી માહિતી મુજબ, પ્રતીક યાદવને બુધવારે વહેલી સવારે અચાનક તબિયત લથડતા લખનૌની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ તેમને ‘બ્રોટ ડેડ’ (મૃત જાહેર) કર્યા હતા. થોડા દિવસો પહેલા પણ તેમને ફેફસામાં લોહીની ગાંઠ (Pulmonary Embolism) ની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Samajwadi Party chief Akhilesh Yadav and UP CM Yogi adityanath paid homage to the mortal remains of Prateek Yadav, son of late Mulayam Singh Yadav, and step brother of Akhilesh Yadav in Lucknow.

પ્રતીક યાદવની ઉંમર નાની હોવાથી અને તેઓ ફિટનેસ પ્રત્યે ખૂબ જ સભાન હોવાથી તેમના મૃત્યુને લઈને અનેક સવાલો ઉઠ્યા હતા. કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી (KGMU) ખાતે કરવામાં આવેલા પોસ્ટમોર્ટમ મુજબ:

  • મૃત્યુનું કારણ: ફેફસાની નળીઓમાં ભારે બ્લોકેજને કારણે હૃદય અને શ્વસનતંત્ર બંધ થઈ જવું (Cardiorespiratory Collapse due to massive pulmonary embolism).

  • પરિવારના કેટલાક સભ્યોએ જણાવ્યું કે તેમને અગાઉથી કોઈ મોટી બીમારી નહોતી, જેના કારણે આ આકસ્મિક નિધન શંકાસ્પદ જણાતું હતું, પરંતુ તબીબી રિપોર્ટ હૃદયરોગના હુમલા તરફ ઈશારો કરે છે.

આ ઘટનાની જાણ થતા જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રતીક યાદવના નિવાસ્થાને પહોંચ્યા હતા અને શોક વ્યક્ત કર્યો હતો. સપા પ્રમુખ અખિલેશ યાદવ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બિઝનેસમાં ઉતાર-ચઢાવ તણાવપૂર્ણ હોય છે અને તેઓ હંમેશા પ્રતીકને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા કહેતા હતા.

કોણ હતા પ્રતીક યાદવ?

  • પ્રતીક યાદવ મુલાયમ સિંહ યાદવની બીજી પત્ની સાધના ગુપ્તાના પુત્ર હતા.

  • તેઓ સપા પ્રમુખ અખિલેશ યાદવના સાવકા ભાઈ હતા.

  • તેમના પત્ની અપર્ણા યાદવ ભાજપના નેતા અને યુપી મહિલા આયોગના ઉપાધ્યક્ષ છે.

  • રાજકીય પરિવાર હોવા છતાં પ્રતીક સક્રિય રાજકારણથી દૂર રહી રિયલ એસ્ટેટ બિઝનેસ અને જીમ/ફિટનેસ સેક્ટરમાં કાર્યરત હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.