હાઇકોર્ટેના પૂર્વ મહિલા જજ પુત્રવધુને દહેજ માટે ત્રાસ આપતા-ગર્ભપાત કરાવવાના આરોપ લાગ્યા
પૂર્વ જજ ગિરીબાલા સિંહ પર દહેજ માટે ત્રાસ આપવા, કેસના પુરાવાઓ સાથે છેડછાડ કરવા અને ટ્વિશાનો બળજબરીથી ગર્ભપાત કરાવવાના ગંભીર આરોપો પણ લગાવ્યા છે.
મોડેલ ટ્વિશા શર્માના મોત મામલે હાઇકોર્ટેના પૂર્વ જજ ગિરીબાલાની ધરપકડ
(એજન્સી) ભોપાલ, મધ્ય પ્રદેશના હાઇકોર્ટમાં અભિનેત્રી અને મોડેલ ટ્વિશા શર્માના રહસ્યમય મોત મામલે એક મોટો વળાંક આવ્યો છે. આ કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ હાઇકોર્ટમાં પૂર્વ જજ ગિરીબાલા સિંહની આગોતરા જામીન અરજીનો સખત વિરોધ કર્યો હતો.
આક્ષેપ કર્યો છે કે પૂર્વ જજે ૩૩ વર્ષની ટ્વિશાની છબી ખરડાવવા માટે કોઈ કસર બાકી રાખી ન હતી, તેથી સત્ય બહાર લાવવા માટે તેમની કસ્ટડીમાં પૂછપરછ કરવી ખૂબ જ જરૂરી છે.
CCTV footage emerges in Twisha Sharma murder case (Bhopal):
31-year-old Twisha is seen climbing stairs shortly before her death. Her husband Samarth Singh & others attempt CPR. Ex-judge mother-in-law Giribala Singh enters a room. Later, three people carry her body downstairs. pic.twitter.com/mRRc9NvEP0
— Ghar Ke Kalesh (@gharkekalesh) May 18, 2026
ટ્વિશાના પરિવારની દલીલો સાંભળ્યા બાદ મધ્ય પ્રદેશ હાઇકોર્ટના વેકેશન જજ દેવનરાયણ મિશ્રાએ એક મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે ભોપાલની સેશન્સ કોર્ટ દ્વારા ગત ૧૫ મેના રોજ પૂર્વ જજ ગિરીબાલા સિંહને અપાયેલા આગોતરા જામીન સદંતર રદ કરી દીધા છે. હાઇકોર્ટના આ નિર્ણયને આવકારતા Âટ્વશાના પરિવારના સિનિયર એડવોકેટ અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું કે, છેવટે Âટ્વશાને ન્યાય મળ્યો છે.
Twisha Might have Affairs with Brother’s Friend 💔
– Pre-Marriage & Early Days (Dec 2025): Twisha marries Samarth. Giribala claims she seemed CULTURED but revealed TRUE NATURE — SKIPPED RITUALS, FREE DRESSING, said “I AM NOT WHO YOU THINK,” LIBERAL VIEWS.
– Pregnancy Issues… pic.twitter.com/gFPW9jKqCh
— Wife With Extra Marital Affairs 😘😘 (@MenTooHuman) May 28, 2026
ગિરીબાલા સિંહે ન્યાયતંત્રમાં ૩૬ વર્ષ સુધી સેવા આપી છે, તેથી તેમણે હવે ગરિમાપૂર્વક સમક્ષ આત્મસમર્પણ કરી દેવું જોઈએ અને તપાસમાં પૂરો સહકાર આપવો જોઈએ. હાઇકોર્ટ સમક્ષ પોસ્ટમોર્ટમ રિપોર્ટ રજૂ કરતા જણાવ્યું કે, ટ્વિશાના કાંડા અને કોણી પર ઈજાના ગંભીર નિશાનો હતા. મેડિકલ રિપોર્ટમાં પણ સ્પષ્ટ થયું છે કે,
ફાંસો ખાધા બાદ મૃતદેહને નીચે ઉતારતી વખતે આ પ્રકારની ઈજાઓ થઈ જ ન શકે. આ ઈજાઓ આખરે કેવી રીતે થઈ, તેનો ટ્વિશાના સાસરીયાઓ પાસે કોઈ જવાબ નથી. આ સાથે જ તપાસ એજન્સીએ પૂર્વ જજ ગિરીબાલા સિંહ પર દહેજ માટે ત્રાસ આપવા, કેસના પુરાવાઓ સાથે છેડછાડ કરવા અને ટ્વિશાનો બળજબરીથી ગર્ભપાત કરાવવાના ગંભીર આરોપો પણ લગાવ્યા છે.
