Western Times News

Gujarati News

મિસાઈલ, ડ્રોન કે ફાઈટર જેટના હુમલાની પહેલાથી મળશે ચેતવણી

૨૪૪ જિલ્લામાં એલર્ટ સિસ્ટમ ગોઠવાશે

(એજન્સી) નવી દિલ્હી, કેન્દ્ર સરકાર દેશના એવા જિલ્લામાં અત્યાધુનિક એર રેડ વો‹નગ સિસ્ટમ લગાવવા પર કામ કરી રહી છે, જે સંવેદનશીલ છે અથવા તો દુશ્મનોના હવાઈ હુમલાની સ્થિતિમાં સૌથી પહેલા લપેટમાં આવી શકે છે.

ઓપરેશન સિંદૂર દરમિયાન દેશ જોઈ ચૂક્્યો છે કે પશ્ચિમી સરહદ પર રાજસ્થાનથી લઈને જમ્મુ-કાશ્મીર સુધી પાકિસ્તાને તુર્કીના સસ્તા અને મામૂલી સેંકડો ડ્રોન મોકલીને કઈ રીતે દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.

કેન્દ્ર સરકાર જે અત્યાધુનિક એર રેડ વો‹નગ સિસ્ટમ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, એક અહેવાલ અનુસાર તેના માટે એરફોર્સના પૂર્વ અધિકારીઓની નિમણૂક પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. રિપોર્ટમાં આ બાબતની જાણકારી ધરાવતા અધિકારીઓના હવાલાથી જણાવાયું છે કે, આ પ્રોજેક્ટનું નેતૃત્વ એરફોર્સના એવા પૂર્વ અધિકારીઓ કરશે જેઓ એર ડિફેન્સ ઓપરેશનના ક્ષેત્રમાં સંપૂર્ણપણે કુશળ છે.

– આ એર રેડ વો‹નગ સિસ્ટમ તમામ પ્રકારના ડ્રોન, મિસાઈલો અને લડાકુ વિમાનો દ્વારા થતા હવાઈ હુમલાના જોખમની સ્થિતિમાં નાગરિકોને ચેતવણી આપશે. આ પ્રોજેક્ટ પર કામ પૂર્ણ થયા બાદ દેશના તમામ ૨૪૪ સંવેદનશીલ જિલ્લાઓ કોઈપણ હવાઈ હુમલાને લઈને આ ચેતવણી નેટવર્ક સાથે જોડાઈ જશે.

•દેશના આ ૨૪૪ જિલ્લાઓમાંથી મોટાભાગના જિલ્લાઓ સરહદી વિસ્તારોમાં છે. • આ પ્રોજેક્ટની જાણકારી ધરાવતા એક અધિકારીએ જે વિગતો આપી છે, તેનાથી આ અંગે ઘણી મહત્વની માહિતી જાણી શકાય તેમ છે. • આ પ્રોજેક્ટથી એ સુનિશ્ચિત થશે કે સવિલ ડિફેન્સ મેન્યુઅલ પ્રમાણે જ જમીની સ્તર પર એક સ્ટાન્ડર્ડ એર વો‹નગ સિસ્ટમ પણ કાર્યરત રહે.

• નવી એર ડિફેન્સ વો‹નગ સિસ્ટમનો પ્રસ્તાવ ગત વર્ષે ઓપરેશન સિંદૂરના તુરંત બાદ જ આવ્યો હતો. • યુદ્ધમાં ડ્રોનનો ઉપયોગ શરૂ થયા બાદ નાગરિકો માટે હવાઈ સંરક્ષણ ચેતવણી પ્રણાલી (એર ડિફેન્સ વો‹નગ સિસ્ટમ) જરૂરી બની જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.