Western Times News

Gujarati News

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ તૈયાર! ૯૯% વાટાઘાટો પૂર્ણ

AI Image

(એજન્સી) નવી દિલ્હી, ભારત-અમેરિકા વચ્ચે સફળતાપૂર્વક ટ્રેડ ડીલ કરવા માટે ઘણી બેઠકો યોજાઈ હતી, ઘણા સમયથી તેની રાહ પણ જોવાઈ રહી છે, ત્યારે હવે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે આ સમજૂતી અંગે મહત્ત્વનું અપડેટ આપ્યું છે. ગોયલે કહ્યું કે, બંને દેશો વચ્ચેની ડીલનું લગભગ ૯૯ ટકા કામ પુરુ થઈ ગયું છે અને હવે તે અંતિમ તબક્કામાં છે. એટલે કે ટૂંક સમયમાં તેની મોટી જાહેરાત થઈ શકે છે.

ટ્રેડ ડીલ ફાઈનલ કરવા માટે બેથી ચાર જૂન દિલ્હીમાં બેઠક યોજાવાની છે. અમેરિકાના સીનિયર ટ્રેડ અધિકારીઓનું મોટા ડેલિગેશને ભારત આવવાની શરૂઆત કરી દીધી છે. ગોયલે કહ્યું કે, હવે બંને દેશો વચ્ચે ડીલ સંબંધીત મોટા મુદ્દા અંગે કોઈ વિવાદ નથી, માત્ર નાની ટેકનિકલ બાબતો સુધારવાની બાકી છે.

ગોયલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, અમેરિકા સાથે ફાઈનલ ડીલ થતાં જ બંને દેશોનો વેપાર આગળ વધતો થઈ જશે. આના બંને દેશોની અર્થવ્યવસ્થાને લાભ મળવાનું શરૂ થઈ જશે.

વાણિજ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ, ભારત સમજૂતી મામલે પોતાના હિતો પર અડગ છે. ભારતે સ્પષ્ટ કહ્યું છે કે, અમેરિકન માર્કેટમાં અન્ય દેશો કરતા વધુ તક ન મળે તેવી કોઈપણ સમજૂતી માટે અમે તૈયાર નથી. ભારત ઈચ્છે છે કે, અમેરિકાના નવા ટેરિફ નિયમોમાં કરાયેલા ફેરફારોને સમજૂતીમાં યોગ્ય રીતે સામેલ કરવામાં આવે.

નવા ટેરિફ દર કેટલા હશે, તે પણ સેક્શન-૩૦૧ તપાસ્યા બાદ નક્કી કરાશે. આ સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થયા બાદ અમેરિકન વેપાર પ્રતિનિધિ જેમિસન ગ્રીર અને વાણિજ્ય મંત્રી ગોયલ વચ્ચે એક મોટી બેઠક યોજાશે, જેમાં ડીલને અંતિમ રૂપ આપવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.