Western Times News

Gujarati News

ટાટા પરિવારની ૩ પેઢીઓના દિગ્ગજો પર સિરીઝની વિવિધ સીઝન બનશે

ચાર અલગ-અલગ પેઢીઓની સફર રજૂ કરવામાં આવશે

‘મેડ ઇન ઇન્ડિયાઃ અ ટાઇટન સ્ટોરી’ પછી હવે રતન ટાટા, દોરાબજી અને મેહરબાઈ ટાટા તેમજ જમશેદજી ટાટા પર સિરીઝ બનશે

મુંબઈ,તાજેતરમાં આવેલી વેબ સિરીઝ ‘મેડ ઇન ઇન્ડિયાઃ અ ટાઇટન સ્ટોરી’ની સફળતા બાદ, ટી-સિરીઝ ફિલ્મ્સ અને ઓલમાઇટી મોશન પિક્ચરે તેમની અત્યાર સુધીની સૌથી મહત્ત્વાકાંક્ષી સર્જનાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. બંને મળીને હવે ધ ટાટાઝ નામની પ્રીમિયમ મલ્ટી-સીઝન ડ્રામા સિરીઝ બનાવી રહ્યા છે.આ પ્રતિષ્ઠિત સિરીઝ ગિરીશ કુબેરના એવોર્ડ વિજેતા પુસ્તક ‘ધ ટાટાઝઃ હાઉ અ ફેમિલી બિલ્ટ અ બિઝનેસ એન્ડ અ નેશન’ પર આધારિત છે, જેને પ્રતિષ્ઠિત ગાજા કેપિટલ બિઝનેસ બૂક ઓફ ધ યર એવોર્ડ પણ મળ્યો હતો. આ સિરીઝને એક વિશાળ, એકથી વધુ પેઢીની ગાથા તરીકે રજૂ કરવામાં આવશે, જેમાં ટાટા પરિવારની કોર્પાેરેટ વિચારસરણી, ઔદ્યોગિક સિદ્ધિઓ અને પરોપકારી સંસ્થાઓ કેવી રીતે આધુનિક ભારતના નિર્માણ અને વિકાસ સાથે ગાઢ રીતે જોડાઈ ગઈ, તેની કહાની રજૂ કરવામાં આવશે.

માત્ર કોર્પાેરેટ બોર્ડરૂમ સુધી સીમિત રહેવાના બદલે, આ સિરીઝ એવા સ્વપ્નદ્રષ્ટા આગેવાનોના અંગત જીવનનું પણ ઊંડાણપૂર્વક ચિત્રણ કરશે, જેમણે પોતાનાં મક્કમ સિદ્ધાંતો અને બદલાતા સામાજિક-રાજકીય સમય વચ્ચે સંતુલન જાળવ્યું હતું.સિરીઝમાં ટાટા પરિવારની ચાર અલગ-અલગ પેઢીઓની સફર રજૂ કરવામાં આવશે, જેમાં બતાવવામાં આવશે કે કેવી રીતે દરેક પેઢીએ ભારતના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.આ ભાગમાં જમશેદજી ટાટાના રાષ્ટ્રવાદી વિઝનની રજૂઆત કરવામાં આવશે, જેમાં તેમણે ભારતને ત્રણ અમૂલ્ય ભેટો આપી—ટાટા સ્ટીલ દ્વારા સ્વતંત્ર હેવી ઇન્ડસ્ટ્રી (એશિયાનો પ્રથમ ઇન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ), ૧૯૦૩માં તાજ મહેલ પેલેસ હોટેલ દ્વારા સ્વદેશી, વૈભવી આતિથ્ય અને વિશ્વસ્તરીય વૈજ્ઞાનિક સંશોધન માટે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સનો પાયો નાખ્યો.

બીજી પેઢીઃ વિકાસકર્તાઓ (સર દોરાબજી ટાટા અને સર રતન ટાટા) તથા લેડી મહેરબાઈ ટાટાઆ તબક્કામાં વૈશ્વિક આશંકા અને અનિશ્ચિતતાઓ વચ્ચે ટાટા સ્ટીલની સ્થાપના, ટાટા હાઇડ્રો-ઈલેક્ટ્રિક પાવરની શરૂઆત અને ભારતમાં સુવ્યવસ્થિત પરોપકારની પરંપરા સ્થાપિત કરનારા ટાટા ટ્રસ્ટ્‌સની રચનાની કહાની રજૂ થશે.અડધી સદીથી વધુ સમય સુધીના તેમના નેતૃત્વ દરમિયાન, જે.આર.ડી. ટાટાએ ટાટા એરલાઇન્સ (પછીની એર ઈન્ડિયા) દ્વારા ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં ક્રાંતિ લાવી, ટેલ્કો (હાલની ટાટા મોટર્સ) દ્વારા ભારતના પરિવહન ક્ષેત્રને નવી દિશા આપી અને ૧૯૬૮માં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ ની સ્થાપના કરીને વૈશ્વિક ટેન્કોલોજી યુગની શરૂઆત કરી.આ અંતિમ તબક્કામાં રતન ટાટાએ કેવી રીતે ટાટા ગ્›પને વૈશ્વિક સ્તરે પહોંચાડ્યું તેની કહાની રજૂ થશે.

આંતરરાષ્ટ્રીય અધિગ્રહણોથી લઈને ટાઇટન જેવી બ્રાન્ડ દ્વારા ભારતીય જીવનશૈલીમાં પરિવર્તન લાવવાના પ્રસંગો પણ તેમાં સમાવાશે.મેડ ઇન ઇન્ડિયાઃ અ ટાઇટન સ્ટોરીના લેખક તરીકે પ્રશંસા મેળવનાર કરણ વ્યાસ હવે ગિરીશ કુબેરના પુસ્તકને પડદા માટે રૂપાંતરિત કરશે. લેખક કરણ વ્યાસે કહ્યું, “જેમ જેમ હું ટાટા પરિવારના ઇતિહાસમાં ઊંડો ઉતરતો ગયો, તેમ મને સમજાયું કે આ માત્ર કોર્પાેરેટ ઇતિહાસ નથી, પરંતુ આધુનિક ભારતના નિર્માણની મૂળભૂત કહાની છે. આ એવા લોકો હતાં જેમણે પોતાનાં નફા કરતાં દેશના હિતને વધુ મહત્વ આપ્યું અને એવી સંસ્થાઓ ઊભી કરી, જેણે સમગ્ર સમાજને લાભ આપ્યો.”SS1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.