Western Times News

Gujarati News

૮ કલાકના કામની માંગ કરનાર દીપિકા ‘રાકા’ માટે આખી રાત શૂટ કરે છે

‘રાકા’નું દિગ્દર્શન અટલી કરી રહ્યા છે

માતૃત્વ રજા પહેલાં ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરવા માટે દીપિકા દરેક શક્ય પ્રયાસ કરી રહી છે ઃ ક્રુ મેમ્બર

મુંબઈ, દીપિકા પાદુકોણ પોતાના આગામી મેગા પ્રોજેક્ટ ‘રાકા’નું શૂટિંગ મેટરનિટી લીવ પર જતાં પહેલાં પૂરું કરવા માટે સતત મહેનત કરી રહી હોવાનો એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે.આ અંગેના અહેવાલ મુજબ, ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં હોવા છતાં દીપિકા રોજ શૂટિંગ કરી રહી છે અને ફિલ્મનાં શિડ્યુલને સમયસર પૂરુ કરવાનો પ્રયત્ન કરી રહી છે.આ અહેવાલ અનુસાર, દીપિકા માત્ર નિયમિત શૂટિંગ જ નહીં પરંતુ ફિલ્મના પડકારજનક એક્શન સિક્વન્સનું પણ શૂટિંગ કરી રહી છે. સાથે જ તે ઘરે પોતાની દોઢ વર્ષની પુત્રીની સંભાળ પણ રાખી રહી હોવાનું જણાવાયું છે.

એક તરફ દીપિકાએ ભૂતકાળમાં આઠ કલાક કામ કરવાની માગ કરેલી અને તેના કારણે તેને સ્પિરિટ અને કલકી જેવી બે મોટી ફિલ્મ છોડવી પડી તેના કારણે સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં આઠ કલાકના કામની ઘણી ચર્ચા હતી. હવે આ અહેવાલમાં ફિલ્મના એક ક્› મેમ્બરના હવાલાથી જણાવાયું છે કે દીપિકા મેટરનિટી લીવ પહેલાં ફિલ્મનું કામ પૂરુ કરવા માટે પ્રતિબદ્ધ છે.ક્› મેમ્બરે કહ્યું, “માતૃત્વ રજા પહેલાં ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરવા માટે દીપિકા દરેક શક્ય પ્રયાસ કરી રહી છે. ફિલ્મના કેટલાક એક્શન સીન ખુબ જ પડકારજનક અને થકવી નાખે એવા છે, છતાં તેણે તમામ દૃશ્યો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે.” તેમણે વધુમાં ઉમેર્યું, “સેટ પર દીપિકાની મહેનત અને સમર્પણ દરેક માટે પ્રેરણારૂપ છે.

સૌથી ખાસ વાત એ છે કે ઘરે તેની દોઢ વર્ષની પુત્રી પણ છે, જેને તે સંપૂર્ણ સમય અને ધ્યાન આપે છે.”રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ફિલ્મનું શૂટિંગ સમયસર પૂરું થાય તે માટે દીપિકા જરૂર પડે ત્યારે નાઇટ શિફ્ટમાં પણ કામ કરી રહી છે. ખાસ વાત એ છે કે અગાઉ દીપિકાએ વર્ક લાઇફ બેલેન્સની જરૂરિયાત અંગે ખુલીને પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યાે હતો.જોકે, આ સમગ્ર અહેવાલ અંગે દીપિકા પાદુકોણ અથવા ‘રાકા’ના નિર્માતાઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.‘રાકા’નું દિગ્દર્શન અટલી કરી રહ્યા છે. ફિલ્મમાં અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સાયન્સ-ફિક્શન, ફેન્ટસી અને એક્શનથી ભરપૂર આ ફિલ્મ ૨૦૨૭માં રિલીઝ થવાની છે. ફિલ્મની કહાની અંગે હજુ સુધી નિર્માતાઓએ વધુ વિગતો જાહેર કરી નથી.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.